For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, એકતા દિવસ-જંગલ સફારી, જાણો આખો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. કોરોના કાળમાં પીએમ મોદીની આ પહેલી ગુજરાત યાત્રા છે. ગુરુવાર(29 ઓક્ટોબર) પીએમ મોદીએ ખુદ આ વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે. પીએમ મોદી શુક્રવાર(30 ઓક્ટોબરે) અમદાવાદ પહોંચશે. પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ઘણા કાર્યક્રમમાં શામેલ થશે. પીએમ નરેન્દ્ર મોદી સરદાર પટેલ ઝુઓલૉજિકલ પાર્ક જંગલ સફારીનુ ઉદઘાટન કરશે જે ભારતના લોખંડી પુરુષની 182 મીટર લાંબી પ્રતિમા પાસે સ્થિત છે. પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલને 31 ઓક્ટોબરે તેમની જયંતિના દિવસે સ્ટેચ્યુ ઑફ યુનિટી જઈને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરશે. જેને એકતા દિવસ તરીકે ભાજપ મનાવે છે.

pm modi

જાણો પીએમ મોદીનો આખો કાર્યક્રમ

શુક્રવારની સવારે અમદાવાદ પહોંચ્યા બાદ પીએમ મોદી કેવડિયા અને અમદાવાદ વચ્ચે સમુદ્રી વિમાન સેવા સહિત ઘણી પરિયોજનાઓની શરૂઆત કરશે. પીએમ મોદી અમદાવાદથી આજે ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારને મળવા પણ જઈ શકે છે. કેશુભાઈ પટેલનુ ગુરુવારે(29 ઓક્ટોબર) નિધન થઈ ગયુ છે. ત્યારબાદ પીએમ કેવડિયા માટે રવાના થશે. પીએમ મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન બીજી પણ ઘણી પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. પીએમ મોદી રાતે જ પ્રવાસ કરશે. તેઓ સરદાદર પટેલ ઝુઓલૉજિકલ પાર્ક જંગલ સફારીનુ ઉદઘાટન કરશે. અધિકારીએ કહ્યુ કે સેવાના ઉદઘાટલન બાદ પીએમ મોદી ત્યાં બોટની સવારી કરી શકે છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે પીએમ મોદી એકતા મૉલનુ ઉદઘાટન કરશે જ્યાં પર્યટકો આખા દેશમાંથી લાવવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ ખરીદી શકે છે. 31 ઓક્ટોબરની સવારે પીએમ મોદી સૌથી પહેલા સરદાર પટેલને તેમની જયંતિ પર પુષ્પાંજલિ અર્પિત કરવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી જશે. આ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ બળ(CAPF) અને ગુજરાત પોલિસ દ્વારા એકતા દિવસ પરેડ નામની એક પરેડનુ પણ આયોજન કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યુ કે પ્રતિમા પાસે પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. બપોર બાદ પીએમ કેવડિયા અને અમદાવાદને જોડતી સી-પ્લેન સેવા શરૂ કરશે. ત્યારબાદ તે નવી દિલ્લી માટે રવાના થશે.

Blue Moon: 31 ઓક્ટોબરે દેખાશે વાદળી ચાંદ, જાણો ભારતમાં સમયBlue Moon: 31 ઓક્ટોબરે દેખાશે વાદળી ચાંદ, જાણો ભારતમાં સમય

English summary
PM Modi two-day Gujarat visit from today, Know all the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X