PM મોદી આજે દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને આપશે લીલી ઝંડી, ગુજરાતને આપશે 8000 કરોડની ભેટ
PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને ભૂજ અને અમદાવાદ વચ્ચેની અન્ય વંદે ભારત ટ્રેનો સાથે લીલી ઝંડી આપશે. આ સાથે ગાંધીનગરમાં મેટ્રો રેલ સેવાનું પણ ઉદ્ઘાટન કરશે.
આ ઉપરાંત, પીએમ મોદી ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સ્પો 2024નું ઉદ્ઘાટન કરશે તેમજ અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પીએમ મોદી ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીને બીજા તબક્કામાં મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છમાં 30 મેગાવોટ સોલાર સિસ્ટમ, 35 મેગાવોટ બેસ સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં પાવર સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેનો કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગાંધીનગરના આઠ સ્ટેશનોને મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. જેમાં સચિવાલય, અક્ષરધામ, જીવરાજ મહેતા ભવન, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થશે.
બીજા તબક્કામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ઇન્ફો ટેક સિટી, રાયસણ ગામ, ઇન્ફોસિટી અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત સેક્ટર 1ને જોડવામાં આવશે. અમદાવાદના મોટેરાથી મેટ્રો ટ્રેન સીધી ગાંધીનગરના આઠ સ્ટેશનો પરથી દોડશે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું હતું કે "ઝારખંડમાં યાદગાર કાર્યક્રમો પછી હું અમદાવાદ પહોંચ્યો. હું 16 સપ્ટેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.''
प्रधानमंत्री श्री @narendramodi के 16 सितंबर को गुजरात में सार्वजनिक कार्यक्रम।
— BJP (@BJP4India) September 15, 2024
लाइव देखें:
📺https://t.co/ZFyEVldUYK
📺https://t.co/vpP0MInUi4
📺https://t.co/lcXkSnNPDn
📺https://t.co/4XQ2GzqK1N pic.twitter.com/icWrfkz4S8












Click it and Unblock the Notifications
