PM મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકાથી 3 જિલ્લાના 4253 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ઉદ્ધાટન કરશે
25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકા આવી રહ્યા છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં 4253 કરોડની 11 વિકાસ યોજનાઓ લોકો માટે ખુલ્લી મુકશે.
પીએમ આ મુલાકાત દરમિયાન સુદર્શન સેતુ (ઓખા-બેટ દ્વારકા બ્રિજ) સમર્પિત કરશે. આ સાથે દ્વારકા જિલ્લામાં 5 કામોનું લોકાર્પણ થશે. 979 કરોડના ખર્ચે બનેલો ઓખા-બેટ દ્વારકા સુદર્શન બ્રિજ જે 2.3 કિમી લાંબો છે અને 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિંગ સુવિધા છે.

રેલ્વે વિભાગે રાજકોટ-ઓખા અને રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયાની કુલ કુલ 533 રેલ્વે લાઈનો પર વીજળીકરણ પૂર્ણ કર્યું છે. આ 676 કરોડનો પ્રોજેક્ટ પીએમ મોદી સમર્પિત કરશે.
ઇલેક્ટ્રિફિકેશનથી ડીઝલની બચત થશે અને આ માર્ગો પર ઇલેક્ટ્રિક ટ્રેનો ચલાવવાનું શક્ય બનશે. રાજકોટ-ઓખા રેલ્વે લાઈનનું વિદ્યુતીકરણ પૂર્ણ થતાં ઓખા સુધી ઈલેક્ટ્રીક ટ્રેનો દોડી શકશે.
પીએમ. વાડીનાર ખાતે 1378 કરોડની ઓફશોર પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ સિવાય જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર પાસે 12.5 મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલર પીવી પ્રોજેક્ટને સમર્પિત કરશે, જે 52 કરોડના ખર્ચે સ્થાપિત થશે.












Click it and Unblock the Notifications
