140 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનું મોદીનું સપનું સાકારઃ અમિત શાહ
ભારતના કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. અમિત શાહ ગાંધીનગરમાં અનેક વિકાસ ભેટો આપશે. અમિત શાહ આજે અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારના મિલન કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. સ્ટેજ પરથી તેમણે લોકોને સંબોધિત કરતાં પીએમ મોદીના વિઝનના વખાણ કર્યાં.

અમિત શાહે કહ્યું કે, "પીએમ મોદીએ" આત્મનિર્ભર ભારતની કલ્પના કરી છે. આ એક વિશાળ કલ્પના છે. ભારત અંતરિક્ષ અને ડિફેંસ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બની રહ્યું છે. વેપાર, ઉદ્યોગ અને ભારતના 140 કરોડ લોકો આત્મનિર્ભર બની રહ્યા છે. પીએમ મોદી અંતરિક્ષ, અનુસંધાન અને વિકાસ અને રક્ષા પર ધ્યાન આપે છે, પરંતુ તેમણે સૌથી વધુ કંઈ કર્યું હોય તો તે દેશના 60 કરોડ ગરીબોની જીવનશૈલી ઉપર ઉઠાવવાનું કાર્ય કર્યું છે.
આ અવસર પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થયા. કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું "પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી યોજનાઓના પરિણામ સ્વરૂપે જ દેશના ગરીબો હવે આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. પીએમ મોદીએ કેટલીય જનકલ્યાણકારી યોજનાઓ બનાવી અને આ યોજનાઓ પ્રત્યેક વ્યક્તિઓ સુધી પહોંચે તે પણ સુનિશ્ચિત કર્યું. હવે લોકોને અહેસાસ થઇ રહ્યો છે કે આ સરકાર જ તેમની સમસ્યાઓનું સમાધાન કરશે."












Click it and Unblock the Notifications
