કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને બદનામ કર્યું છે તેને પાઠ ભણાવવાની જરુર છે : PM મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ધરમપુર ખાતે ભાજપના પ્રચાર માટે એક જનસભાને સંબોધી હતી. ત્યારે તેમણે આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગુજરાત અને ગુજરાતના લોકોનું સન્માન નથી કર્યું અને આ માટે તેને પાઠ ભણાવાની જરૂર છે. વધુમાં તેમણે રાહુલ ગાંધીની તાજપોશી અને આજે તેમની ભરેલા કોંગ્રેસના અધ્યક્ષ પદના નામાંકન અંગે બોલતા જણાવ્યું કે કોંગ્રેસ પાસે હવે કંઇ બચ્યું નથી માટે તે રાહુલ ગાંધીને તેના પાર્ટીના અધ્યક્ષ બનાવે છે. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જામીન પર છૂટેલા નેતા છે અને આવા નેતાને અધ્યક્ષ બનાવીને કોંગ્રેસ પૂરવાર કરે છે કે આવનારા સમયમાં તે કેવા નેતાને પોતાની પાર્ટીમાં આગળ લાવવા માંગે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ધરમપુર ખાતેની તેમની આ સભામાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સમતે બીજા કયા મુદ્દા પર ટિપ્પણી કરી જાણો અહીં...

Modi

સેક્યૂલરિઝમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમપુરની આ સભામાં કહ્યું કે એક જમાનો હતો કે લોકો સેક્યૂલર થવા દોડમ દોડી કરતા હતા. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં બધાને 70 વર્ષે ક્યાં ક્યાં જવું પડે છે. પણ ગુજરાતની જનતા ભોળી નથી કે આ બધુ માની લે. ગુજરાતમાં છળ-કપટ જાણી લેવાની ગુજરાતીઓમાં ખાસ આવડત છે. આ ચૂંટણીમાં ગુજરાત કોઇ કાળે તે શાંખી લેવાનું નથી. આટલો બધો હોબાળો કર્યો પણ ઉત્તર પ્રદેશ જીતી ના શક્યા. તેમણે કહ્યું કે તમારી પાંચ પાંચ પેઢી ઉત્તર પ્રદેશમાં પગ જમાવીને બેઠી હતી. પણ હવે ઉત્તર પ્રદેશની જનતા તમને ઓળખી ગઇ છે. હવે તે ચોથા-પાંચમાં નંબરે પણ તેમની પાર્ટીનું નામ નથી. માટે તે હવે ગુજરાતમાં મોદીને પાડવા માંગે છે જેથી કરીને કોઇ તેમને સાંભળે પણ શું તમે આ થવા દેશો? કોંગ્રેસ હંમેશા શહેરી અને આદિવાસી, ઊંચી નીચ આમ બે લોકો વચ્ચે લડાઇ કરવાનું જ કામ કર્યું છે.

નોટબંધી પર મોદી

મેં ગુજરાતમાં આટલા વર્ષો ગુજરાતમાં સેવા કરી. 22 વર્ષોમાં કદી તમે સાંભળ્યું કે મારો કે મારા પરિવારના કોઇ વ્યક્તિનું નામનું નામ કોઇ કૌભાંડ આવ્યું હોય. અમારા કોઇ જમાઇએ કૌભાંડ કર્યું હોય. દેશને કોંગ્રેસે લૂંટ્યો છે. હવે મારા આવવાથી પૂછે છે કે હવે કહો કેટલા આવ્યા? આ નોટબંધી મેં એટલા માટે કરી કે ગરીબોનું જેમણે લૂંટ્યું છે તેમને પાછું આપી શકું. શું નોટબંધીથી તમને કોઇ વાંધો છે ખાલી કોંગ્રેસને જ કેમ વાંધો છે? તમને નોટબંધી ગમી, પ્રામાણિક માણસને નોટબંધીથી વાંધો નથી આવ્યો. કોંગ્રેસની પાસે થપ્પી બહુ હતી એટલે તે દુખી છે. કોંગ્રેસે પણ કમાઉ દિકરો નોટબંધીમાં ગયો છે માટે રડે છે.

ઓબીસી અંગે

આ દેશના બધા ઓબીસી કોંગ્રેસી એમપી ભૂતકાળમાં અનેક વાર મનમોહનસિંહને મળ્યા. અને ઓબીસી કમિશનને પણ બંધારણીય હક આપવાની વાત કરી છે. ફોટો પાડે અને મોટી મોટી વાતો કરે. પણ ઓબીસી કમિશનને બંધારણીય હક આપવાની વાત આટલા વર્ષોથી ત્યાંની ત્યાં જ રહી ગઇ. ભૂતકાળની કોઇ પણ સરકારે આ વાતને આપવા માટે મન મોકળું ના કર્યું. અને અમે આવ્યા એવું તરત જ ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનું નક્કી કરી સંસદમાં અમે બિલ લાવ્યા. લોકસભામાં તો આ બિલ અમારી બહુમતી હોવાના કારણે પસાર થઇ ગયું. પણ રાજ્ય સભામાં કોંગ્રેસના કારણે ના થયું. હવે કોંગ્રેસને કોઇ પૂછે, કોંગ્રેસે કેમ રાજ્યસભામાં આ હક ના આપ્યો.

રાહુલના અધ્યક્ષ બનવા મામલે

વડાપ્રધાને રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનવા માટે જે નામાંકન ભર્યું તે અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારના મોટા નેતા મણીશંકર ઐયરે કહ્યું છે કે, જહાંગીર કી જગહ જબ શાહજહાં આયે ક્યા તબ ઈલેક્શન હુઆ થા? જબ શાહજહાં કી જગહ પે ઔરંગઝેબ આયે ક્યા તબ કોઈ ઈલેક્શન હુઆ થા? યે તો પહેલે સે હી પતા થા કી જો બાદશાહ હૈ ઉસકી ઔલાદ કો હી સત્તા મિલેગી" આમ કહીને પીએમ કહ્યું કે હું કોંગ્રેસના 'ઔરંગઝેબ રાજ' પર કોંગ્રેસને અભિનંદન આપું છું.

English summary
Gujarat assembly elections 2017 : PM Narendra Modi addresses Public Meeting in Dharampur, Gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.