અમરનાથ યાત્રીઓની હત્યાના 1 મહિનામાં તમામને આતંકીઓને ખતમ કર્યા : PM મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે અમરનાથ યાત્રાઓને યાદ કરીને કહ્યું કે તેમની સરકારે આ યાત્રીઓના હત્યારાને વીણી વીણી માર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. અને આ છેલ્લા દિવસો પહેલા પીએમ મોદી ગામે ગામ ફરી ભાજપનો પ્રચાર કરવામાં કોઇ કચાશ છોડવામાં માનતા નથી. ત્યારે આજે પણ પીએમ મોદીએ ભાવનગર, જામનગર અને ધરમપુરમાં ચૂંટણી સભાઓ યોજી હતી. અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરવાની સાથે જ પોતાની સરકાર અને પોતાની સિદ્ધીઓને લોકોને ગણાવી હતી. ત્યારે જામનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસથી લઇને અમરનાથ સુધી અને રાહુલ ગાંધીથી લઇને રોજગાર સુધી નીચેના કેટલાક મુદ્દે પોતાના મત રજૂ કરીને લોકોને આવનારી ચૂંટણીમાં ભાજપને વોટ કરવા માટે અપીલ કરી હતી.

modi

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અમરનાથ યાત્રીઓની હત્યા કર્યાના એક મહિનાની અંદર એમાં જેટલા લોકો સામેલ હતા તમામને વીણી-વીણીને ખતમ કરી દીધા. કોંગ્રેસે ગરીબોને લૂંટ્યા છે તે વાત તેમણે આ જામનગરની સભા પણ ફરી વાર ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે હું તો મરજીવો છું, આ દેશના ગરીબોને જે લોકો લૂંટી રહ્યા છે એમને લૂંટતા બંધ કરવાનો સંકલ્પ લઈને ગુજરાતે મને મોકલ્યો છે અને એટલા માટે તમારા આશીર્વાદ જોઈએ છે. રોજગારી મામલે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નહીં હોય કે જેના લોકો રોજીરોટી કમાવા માટે અહીં ના આવ્યા હોય, આ જામનગરમાં પણ લઘુભારત છે.

તમે હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં જાઓ અને ત્યાં જઈને પૂછો કે રોજીરોટી કમાવા માટે કોઈ ગુજરાતી ત્યાં આવ્યો છે તો તમને એક માણસ નહીં મળે પણ. ગુજરાત સરકાર જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી દેશભરમાં રોજગાર આપવામાં પહેલા નંબરે રહ્યું છે પણ એ કોંગ્રેસને પચતું નથી. સસ્તા LED બલ્બથી વધુ બચત થઈ રહી છે જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને ફાયદો થયો છે. હું કોંગ્રેસને પૂછું છું કે તમારા સમયમાં બલ્બની કિંમત ઊંચી કેમ હતી?શા માટે કોંગ્રેસની સરકારોને વિવિધ રાજ્યોમાં લોકોએ ફગાવી દીધી? કારણ કે તેઓ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ નહોતા કરી શક્યા. એક સક્ષમ સરકાર, એક જાગૃત સરકાર, સમાજને સમર્પિત સરકાર, વિકાસને વરેલી સરકાર, જનતાના સુખે સુખી - જનતાના દુઃખે દુઃખી અને સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર લઈને કામ કરતી સરકારને કેવા પરિણામ મળતા હોય એ ગુજરાતે બતાવી દીધું છે. અને કોંગ્રેસ તેનો ઈતિહાસ યાદ કરે કે જ્યારે જ્યારે ગુજરાતને મોકો મળ્યો છે ત્યારે ગુજરાતે એક બનીને કોંગ્રેસની સામે અવાજ ઉઠાવ્યો છે.

English summary
PM Narendra Modi addresses Public Meeting in Jamnagar, Gujarat. Read here more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.