PM નરેન્દ્ર મોદીના માતા હિરાબા પહોંચ્યા બેંક, બદલાવ્યા 4500 રૂપિયા!

પીએમ મોદીના માતા હિરાબા પહોંચ્યા બેંક, નિયમ મુજબ નોટ બદલી પુત્રના નિર્ણયને આપ્યું સમર્થન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરા બાએ આજે ગાંધીનગરના રાયસણમાં આવેલી ખાનગી બેંક ખાતે જઇને પોતાના 4500 રૂપિયાની જૂની નોટોને બદલાવી નવી નોટો લીધી. નોંધનીય છે કે અવાર નવાર પીએમ મોદીની માતા હિરા બા તેમના પુત્રની વાતોનું અનોખી રીતે સમર્થન કરતા હોય છે. અને આ વખતે પણ તેમણે પરિવારજનો સાથે બેંક પહોંચીને નિયમ મુજબ ફોર્મ ભરી તેમની જૂની નોટો બદલાવી.

pm mother

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરા બા 90 વર્ષના છે. અને લાંબા સમયથી ઉંમરને લગતી બિમારીઓના લીધે અસ્વસ્થ છે. તેમ છતાં તેમણે હોશે હોશે આ તમામ વ્યવસ્થા ખાનગી બેંકમાં જઇને પરિપૂર્ણ કરી. એટલું જ નહીં નવી 2000 રૂપિયાની નોટ સાથે તેમના ચહેરાનું સ્મિત જોવા જેવું હતું. ત્યારે તેમણે પત્રકારો જણાવ્યું કે તે તેમના પુત્ર મોદીના આ નિર્ણયનું સમર્થન કરે છે.

pm mother

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X