યોગા છોડી માતા હીરાબાને મળ્યાં PM નરેન્દ્ર મોદી

Written By:
Subscribe to Oneindia News

ગઇકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. અમદવાદના વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરવા આવેલા નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. આ અંગેની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે ટ્વીટ કરીને આપી.

narendra modi mother

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિસ્તના નિયમોના સખત પાલન માટે જાણીતા છે, આમ છતાં આજે માતાને મળવા ખાતર તેમણે પોતાનો યોગનો કાર્યક્રમ પડતો મુકી એ ફાજલ સમય માતા સાથે વિતાવ્યો હતો. વડાપ્રધાને અહીં કડક લોખંડી બંદોબસ્ત વચ્ચે માતા હીરાબા સાથે સમય ગાળ્યો હતો અને ચા-નાસ્તો પણ કર્યો હતો.

આ સાથે જ તેમણે પાડોશીઓની મુલાકાત પણ લીધી હતી. નરેન્દ્ર મોદીની દિનચર્યા ખૂબ વ્યસ્ત હોય છે, આમ છતાં તેઓ જ્યારે પણ અમદાવાદ કે ગાંધીનગરની મુલાકાતે આવે ત્યારે પોતાની માતાને મળવાનો સમય અવશ્ય કાઢે છે. તેમના માતા હીરાબાની ઉંમર 95 વર્ષ છે અને તેઓ ગાંધીનગર પાસે રાયસણ ખાતે પોતાના સૌથી દિકરા પંકજ મોદી સાથે રહે છે.

English summary
Pm Narendra Modi Skips Yoga To Meet Mother, Had Breakfast With Heeraben today, he Tweeted.
Please Wait while comments are loading...