PM મોદી આજે આવશે ગુજરાત પ્રવાસે, કરશે 21 હજાર કરોડની પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17 જૂને બે દિવસીય પ્રવાસે પોતાના ગૃહ રાજ્ય ગુજરાત આવી રહ્યા છે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17 જૂને બે દિવસીય પ્રવાસે પોતાના ગૃહ રાજ્ય ગુજરાત આવી રહ્યા છે. તેઓ અહીં 21,000 કરોડ રુપિયાની વિકાસ પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ અંગેની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) તરફથી ગુરુવારે એક નિવેદન જાહેર કરીને આપવામાં આવી છે. પીએમઓના જણાવ્યા મુજબ પીએમ મોદી 18 જૂને પાવાગઢમાં પુનર્વિકસિત શ્રી કાલિકા માતા મંદિરનુ ઉદ્ઘાટન કરશે.

21,000 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન

21,000 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન

પીએમ મોદી વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે અને 21,000 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કરશે અને કેટલાકનો શિલાન્યાસ કરશે. ત્યારપછી તેઓ 'હેરીટેજ વન'ની મુલાકાત લેશે. વડાપ્રધાન રૂ. 16,000 કરોડથી વધુના મૂલ્યની વિવિધ રેલવે પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના 357 કિમી લાંબા ન્યૂ પાલનપુર સેક્શનનુ દેશને સમર્પણ, 166 કિમી અમદાવાદ-બોટાદ સેક્શનનુ ગેજ કન્વર્ઝન, 81 કિમી લાંબા પાલનપુર-મીઠા સેક્શનનુ વિદ્યુતીકરણ શામેલ છે. વડાપ્રધાન સુરત, ઉધના અને સોમનાથના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપશે મકાનો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપશે મકાનો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પીએમ મોદી કુલ 1.38 લાખ મકાનો લાભાર્થીઓને સમર્પિત કરશે. જેમાં શહેરી વિસ્તારોમાં રૂ. 1,800 કરોડ અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,530 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા મકાનોનો સમાવેશ થાય છે. તેમજ 310 કરોડથી વધુની કિંમતના લગભગ 3000 મકાનોના મુહૂર્ત પણ કરવામાં આવશે.

680 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ

680 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલમાં રૂ. 680 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમનો હેતુ વિસ્તારના લોકો માટે જીવન સરળ બનાવવાનો છે. આ ઉપરાંત પીએમ ગુજરાતના ડભોઈ તાલુકાના કુંડેલા ગામમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે. તે વડોદરા શહેરથી લગભગ 20 કિમી દૂર આવેલુ છે. આ યુનિવર્સિટીનુ નિર્માણ આશરે રૂ. 425 કરોડના ખર્ચે કરવામાં આવશે અને તે 2500થી વધુ વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતો પૂરી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X