Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી

કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પ

કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી 'શ્વેત વિકાસ'ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. છેલ્લા અઠઠાવન વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. 'સ્વ'ના બદલે બીજાના હિતનો વિચાર કરીને પૂજ્ય ભુરાભાઇ પટેલ ની આગેવાનીમાં સાબર ડેરીની સ્થાપના થઈ હતી જે આજે વટવૃક્ષ બની છે.

AMUL DAIRY

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેને પગલે પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ છે. સાબરડેરી ખાતે 28 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડનાખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂ. ૧૨૫ કરોડનાખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરશે આ ઉપરાંત રૂ. ૬૦૦કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંતસુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.

હાલના સમયમાં સાબર ડેરીસાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બનીગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરીકરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.

સાબર ડેરીના ચેરમેન શામળ ભાઈ પટેલ કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સાબર ડેરીને દીર્ઘદ્રષ્ટી પૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ: વટવૃક્ષબનતા જાય છે. તેના ફળ આજે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના લોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર૧૯ દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર ૨૯સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે.સ્થાપના સમયે એટલે કે વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે,પ્રતિદિન ૪૦ લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને ૬ લાખ લિટરની ક્ષમતા હરિયાણા ના રોહતક ખાતે ધરાવે છે. આજ રીતે વર્ષ૧૯૭૪-૭૫માં ૧.૧૩૫ મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે ૩૯૩.૩૪ મે.ટન સુધીપહોંચ્યુંછે. સાબર ડેરીદ્વારા વર્ષ ૧૯૬૪-૬૫માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. ૧.૧૦ અપાતાહતા અને આજે રૂ.૮૬૦ અપાય છે, એજ પુરવાર કરે છે કે, સાબર ડેરી દ્વારા પશુપાલકોના જીવનમાં ઉજાશ આવ્યો છે.

સાબર ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે રીટેન્શન મની પણ આપવામાં આવે છે. જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

સાબર ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. સાબરકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણે આજે સાબર ડેરીએ જગત ભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. સાબર ડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાય દ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માન પૂર્વક આગળ ધપાવી રહી છે. સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોનેકે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારી શક્તિની અનોખી પહેચાન કરાવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X