વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૨૩૪ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૭ જુલાઈએ રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૨૩૪ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે, જે અન્વયે રૈયાધારમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી સ્ટીલની પાઇપલાઇન, કોઠારિયામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અદ્યતન લાઈબ્રેરી, વિજય પ્લોટમાં નવું આરોગ્ય કેન્દ્ર, દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ સુધી કેકેવી ચોક સુધી ફ્લાયઓવર બ્રીજ સહિતના વિકાસ કામોની શહેરીજનોને ભેટ અપાશે.

શહેરમાં નાગરિકોની પાણીની સમસ્યામાં નિરાકરણ હેતુ ભારત સરકારની અમૃત-૧ યોજના અંતર્ગત રાજ્ય સરકારના સહયોગથી પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૈયાધાર ખાતે ૫૦ MLD ક્ષમતા તથા આધુનિક ઝીરો લીક્વીડ ડીસ્ચાર્જ ટેકનોલોજી ધરાવતો WTP વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા આનુસાંગિક હેડવર્કસ રૂ. ૨૯.૭૩ કરોડના ખર્ચે તથા ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧૨૧૯ mm ડાયાની સ્ટીલ પાઈપલાઈન રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. તેમજ રૈયા સર્કલથી સોજીત્રાનગર હેડવર્કસ સુધી નવી ૫૦૮ mm ડાયાની સ્ટીલ પાઈપલાઈન રૂ. ૧.૯૬ કરોડના ખર્ચે નાખવામાં આવેલ છે. જેનાથી આશરે ૨.૫૦ લાખ લોકોને લાભ મળશે.
પીવાના પાણીની સાથે સાથે ગટરના પાણીના શુદ્ધિકરણ હેતુથી કોઠારિયા વિસ્તારમાં ૧૫ MLD ક્ષમતાનો SBR ટેકનોલોજીનો SCADA સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ. ૨૪.૭૨ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.
રાજકોટ શહેરના નાગરિકોમાં વાંચનનો અભિગમ કેળવવાના આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ૮ લાઈબ્રેરી કાર્યરત છે. આ સુવિધામાં વધારો કરવા માટે શહેરના પૂર્વઝોનમાં રૂ. ૮.૩૯ કરોડના ખર્ચે એક અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ વિષયોમાં ૩૩ હજાર ગ્રંથોની સાથે સાથે ૩૨૦૦ જેટલા ડીજીટલ પ્રકાશનો તેમજ બાળકો માટે વિવિધ પ્રકારના ૧૯૩૦ જેટલા રમકડા તેમજ પઝલ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.
શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૭ માં વિજય પ્લોટ વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર ૧.૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેનાથી ૩૦ હજાર નાગરિકોને આરોગ્યને લગત વધુ સારી માળખાકીય સુવિધાઓ મળી રહેશે.
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારના સહયોગથી તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ૪ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવેલ છે તથા શહેરના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ સુધી કેકેવી ચોક ખાતે સ્પ્લીટ ફ્લાયઓવર ઉપર ફોરલેન મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રીજ રૂ. ૧૨૯.૫૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેની લંબાઈ ૧૧૫૨.૬૭ મીટર તથા પહોળાઈ ૧૫.૫૦ મીટર છે. આ બ્રીજની નીચે ૭૫૦૦ ચો.મી. પાર્કિંગ તથા બ્રીજની બંને બાજુ સર્વિસ રોડ, યુટીલીટી ડક્ટ તેમજ ફૂટપાથ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ બ્રીજના નિર્માણથી અંદાજીત ૨ થી ૨.૫૦ લાખ લોકો માટે ટ્રાફિક પરિવહન સરળ બનશે.












Click it and Unblock the Notifications
