• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસને 70 વર્ષ સુધી સમજ ન પડી કે વાંસને ઝાડ ન કહેવાય:PM મોદી

By Shachi
|

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની હારમાળા શરૂ થઇ ગઇ છે. 3જી અને 4થી ડિસેમ્બર દરમિયાન પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે. રવિવારે 3જી ડિસેમ્બરના રોજ તેઓ ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેલીઓ સંબોધનાર છે. જે વિસ્તારોમાં ભાજપને બળની જરૂર છે, એ વિસ્તારોમાં ખૂબ રણનીતિપૂર્વક પીએમ મોદીની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સૌ પ્રથમ નરેન્દ્ર મોદીએ ભરૂચના આમોદમાં જનસભા સંબોધી હતી. ભરૂચના આમોદ ખાતે સાફો પહેરાવી અને તલવાર આપીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સંબોધન પહેલાં 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા.

Narendra Modi

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ નહેરુજીની કર્મભૂમિ રહ્યું છે, સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીની પણ કર્મભૂમિ રહી છે. આમ છતાં ઉત્તરપ્રદેશમાં શું થયું? ગુજરાતમાં 9 ડિસેમ્બરના રોજ આપણે ગુજરાતનું ભાવિ નક્કી કરવાનું છે. ગુજરાતના લોકો તો પહેલેથી કોંગ્રેસને ઓળખી ગયા છે અને હવે ઉત્તરપ્રદેશના લોકો પણ ઓળખી ગયા છે. કોંગ્રેસ વાર-તહેવારે રંગ બદલે છે. કોંગ્રેસ માત્ર સંપ્રદાયોને અંદરો-અંદર લડાવવાનું કામ કર્યું, લોકોને લડાવીને કોંગ્રેસ મલાઇ ખાય છે. ભરૂચમાં સૌથી વધારે મુસ્લિમ આબાદી છે. ભાજપના રાજમાં જે બે જિલ્લા સૌથી ઝડપથી આગળ વધ્યા એ છે કચ્છ અને ભરૂચ. કારણ વિકાસ એ જ અમારો માર્ગ છે. રાજીવ ગાંધી અહીં આવીને કહેતા કે, અમે અહીંના દિકરા છીએ. ઇન્દિરા ગાંધી કહેતા કે, હું અહીંની વહુ છે. હવે એમના લોકો આવે ત્યારે પણ આવા જ મમરા મુકતા જાય છે. બનાસકાંઠામાં ગામના ગામ ડૂબ્યા, પરંતુ જનતાનું વિચાર્યા વગર બેંગ્લોર જઇને બેઠા હતા. એ લોકો ભરૂચનું પણ ભલુ કરી શક્યા નહોતા. નર્મદા પર બ્રિજ બનાવવાનું કામ નહોતા કરી શક્યા. કોંગ્રેસીઓએ જે કર્યું છે, એ મારે નથી બોલવું. બિચારા મુસીબતમાં પડશે, આમ પણ એમને કોઇ બોલાવતું નથી. એમણે પરાણે હસવું પડે છે. દુઃખિયારાને દુઃખી કરવા આપણો સ્વભાવ નથી.

લોકો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોવા યુએસ જાય છે, બહુ જલ્દી લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જોવા ભરૂચ થઇને જશે. ભરૂચનો વિકાસ થશે. લોકો ભરૂચ સ્ટેશન પર ઉતરશે. અમે વિકાસ કરી બતાવ્યો છે. કેટલાક લોકોને બૂલેટ ટ્રેન સામે પણ વાંધો છે. વાંધો હોય તો તમે બળદગાડામાં ફરો. અમે અમારા ગજા પ્રમાણે કામ કરીએ, તમે તમારા ગજા પ્રમાણે કામ કરો. બૂલેટ ટ્રેન અહીં થઇ પસાર થશે, એનો લાભ આપણને ભરૂચને મળશે. અહીંના આપણા એન્જિનિયરોને ઘર બેઠા જાપાનની ટેક્નોલોજી જાણવા, શીખવા મળશે. જાપાન અહીંથી લોખંડ, સિમેન્ટ ખરીદશે, મજૂરી જાપાન આપશે, વકરો એટલો નફો આપણને મળશે. એ લોકોને પેટમાં દુઃખે છે, કારણ કે તમારા વખતે પણ બૂલેટ ટ્રેનની જાહેરાત પીએમ મનમોહન સિંહે કરી હતી. પરંતુ જાપાન સાથે એમની વાત આગળ ન વધી શકી, જાપાનની લોન પરવડે એમ નહોતી. અહીં અમે મફતના ભાવે લોન લઇ કામ પણ ચાલુ કરી દીધું. વિકાસ કઇ રીતે કરવો એ આવડતું નથી. બૂલેટ ટ્રેનનો ફાયદો ભરૂચને પણ મળશે. કોંગ્રેસે 70 વર્ષ જાતિવાદ, પરિવારવાદમાં વેડફી નાંખ્યા. હવે કોંગ્રેસ વિકાસના કામમાં ક્યાંય પડકાર ઊભો કરી શકે એમ નથી. તમારા આશીર્વાદ એ જ મારી તાકાત છે.

પહેલા ભરૂચમાં સલામતી હતી? ભરૂચ જિલ્લો કરફ્યૂમાં ડૂબેલો રહેતો હતો, એ દિવસો મેં પણ જોયા છે. મને બરાબર ખબર છે કે ભરૂચની કેવી દશા કરી મૂકી હતી? સામાન્ય માનવીને સૌથી પહેલાં સુરક્ષા અને સલામતી જોઇએ, જે ભાજપે આપી. એ વખતે ભરૂચ છોડીને જવું પડે એવા દિવસો હતા. આવતીકાલના ભવ્ય ભરૂચ માટે ભાજપને અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત થાય એવું કરજો. એક જમાનો હતો, ગુજરાતમાં 15 હજાર હેક્ટરમાં પણ ટપકસિંચાઇ પદ્ધતિ નહોતી. આજે Per Drop, more crop સાથે ખેડૂતોએ સરકાર સાથે ખભો મિલાવીને ટપકસિંચાઇ પદ્ધતિ સાથે ખેતી કરી. નર્મદાના કિનારે ડાર્ક ઝોન હતો, જેમાંથી રાજ્યને બહાર કાઢ્યું. ભાજપની સરકાર પહેલાં માત્ર 20 લાખ ટન શાકભાજી થતા હતા, આજે એમાં મોટો વધારો થયો છે. દૂધના ઉત્પાદનમાં ભરૂચમાં ધારા ડેરી મહત્વપૂર્ણ કામ કરતી થઇ છે. ડેરીને કારણે પશુપાલન કરતા લોકોને દૂધનો યોગ્ય ભાવ મળી રહેશે. ગુજરાતમાં પહેલાં 46 લાખ ટન દૂધનું ઉત્પાદન થતું હતું, જેમાં ત્રણ ગણો વધારો થયો છે.

સાગરખેડૂની યોજનામાં સમુદ્રીતટની માછોમારોનો વિકાસ, જુવાનિયાઓની ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મત્સ્ય ઉદ્યોગનો ઘણો વિકાસ થયો છે. આદિવાસીઓના વિકાસ માટે અનેક પ્રયત્નો થયા છે, આદિવાસીઓને જમીનના હકો આપવાનું કામ ભાજપે કર્યું છે. જ્યાં નર્મદાની કેનાલ જાય છે, ત્યાં મોટા પાયા પર વાંસની ખેતી કરવી જોઇએ. આપણે એવી પરિસ્થિતિ હતી, એવો કાયદો હતો કે વાંસ ન ઉગાડાય. અગરબત્તી, પતંગઉગાડવા હોય તો બહારથી વાંસ મંગાવવું પડે. મહિના પહેલા જ આપણે નિયમ બદલ્યો, વાંસને વૃક્ષની જગ્યાએ ઘાસના વર્ગમાં મુક્યુ. જેથી આદિવાસી ખેડૂઓ વાંસ ઉગાડી તે જંગલમાંથી શહેરમાં વેચી શકે. કોંગ્રેસને 70 વર્ષ સુધી એમને સમજ નથી પડી કે, વાંસને ઝાડ ન કહેવાય. એમના ભરોસે ગુજરાત આપી શકાય?

lok-sabha-home

English summary
Pn Modi to address 3 rallies in Gujarat on Sunday, Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+000
CONG+000
OTH000

Arunachal Pradesh

PartyLWT
CONG000
BJP000
OTH000

Sikkim

PartyLWT
SDF000
SKM000
OTH000

Odisha

PartyLWT
BJD000
CONG000
OTH000

Andhra Pradesh

PartyLWT
TDP000
YSRCP000
OTH000

AWAITING

Madan Gopal - INC
Bikaner
AWAITING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more