વડોદરામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીની લાશ બાથરૂમમાં મળી

ગુજરાતના વડોદરામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીની લાશ બાથરૂમમાં મળી આવી છે.

ગુજરાતના વડોદરામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીની લાશ બાથરૂમમાં મળી આવી છે. મીડિયા સૂત્રો અનુસાર આ વિધાર્થીના પેટ પર ચપ્પુ ઘ્વારા હુમલો કરવાના નિશાન છે. આ ઘટના થી બધા જ સ્કૂલના વિધાર્થી અને શિક્ષક પણ આઘાતમાં છે.

vadodara

પોલીસે આ હત્યા મામલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિધાર્થીની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર મનોજ શશીધર ઘ્વારા મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યું કે બારાનપુરા વિસ્તારના સ્કૂલમાં શુક્રવારે થયેલી હત્યામાં 14 વર્ષના મૃતક વિધાર્થીના શરીર પર ચપ્પુ ઘ્વારા લગભગ 10 ઘા મારવામાં આવ્યા હતા. 17 વર્ષનો આરોપી વિધાર્થી પણ તે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. આરોપીની વલસાડ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

વિધાર્થીને સ્કૂલમાં હોમવોર્ક નહીં કરવાને કારણે સજા પણ મળી હતી

સીસીટીવી ફૂટેઝ ને આધારે ધરપકડ કરવામાં આવેલા આરોપી વિધાર્થીને સ્કૂલમાં હોમવોર્ક નહીં કરવાને કારણે સજા પણ મળી હતી. આ વાતથી નારાજ થઈને તે કોઈ પણ રીતે સ્કુલ બંધ કરવા માંગતો હતો. તે ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિધાર્થીને વોશરૂમમાં લઇ ગયો અને તેના પર ચપ્પુ ઘ્વારા 10 વાર હુમલા કર્યા. આરોપી વિધાર્થીના માતાપિતા ઘ્વારા પણ જણાવવામાં આવ્યું કે તેમનો દીકરો હિંસક પ્રવૃત્તિનો છે, પરંતુ તે આવું કંઈક કરી જશે તેના વિશે તેમને ક્યારેય પણ વિચાર્યું ના હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X