ખજુરીયા ગેંગના સભ્યો ઝડપાયા, આંતરિયાળ ગામો કરતા હતા લૂંટ

Subscribe to Oneindia News

પંચમહાલ જિલ્લામાં લૂંટ અને ધાડ કરતી ખજુરીયા ગેંગને પોલીસે ઝડપી પાડી છે પંચમહાલના અંતરિયાળ ગામમાં લુંટ કરવા માટે જાણીતી હતી ખજુરીયા ગેંગ. નોંધનીય છે કે હોળીના તહેવાર નજીક આવતા જ ગામોમાં લૂંટ અને ધાડના બનાવ વધી જાય છે. આ વખતે પણ ઘોઘંબાના કાટુ ગામ અને ખરોડ ગામમાં લૂંટ અને ધાડના બનાવ બન્યા હતા. જેને લઇ પોલીસે તપાસ હાથધરી હતી. અને ખજુરીયા ગેંગ ના કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા હતા.

gang

પોલીસને બાતમી મળી હતી દાહોદ જિલ્લાના આમલીમાં ખજુરીયા ગેંગના કેટલાક લોકો ઘોઘંબાના રૂપારેલ ગામ પાસે જંગલોમાં છુપાઈ રહ્યા છે. અને રૂપારેલ ગામમાં ધાડ પડવાના છે ગેંગ ધાડ પાડે પહેલા જંગલ વિસ્તારને કોર્ડન કરીને છુપાઈ રહેલા ગેંગના ૪ સભ્યોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

Read also: ધારાસભ્ય જેઠા ભરવાડને મળી જાનથી મારી નાખવાની ધમકી

પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટનો કટ્ટો, એક જીવતો કારતુસ, માસ્ક અને લાકડીઓ કબજે કરી હતી. અને આરોપીઓ દ્વારા કબુલવામાં પણ આવ્યું હતું કે તે કાટુ અને ખરોડ ગામમાં ધાડ પાડવાના હતા. ત્યારે હાલ તો પોલીસે આરોપીઓના વધુ રિમાન્ડ લેવાની તજવીજ હાથધરી છે જેથી જૂની લૂંટ અને ધાડના ગુના ઉકેલાય તેવી શક્યતાઓ છે.

English summary
Police finally able to nab Khajuriya Gang members. Read here more.
Please Wait while comments are loading...