પોલીસ ગ્રેડ પે આંદોલન ફરી સક્રિય થયું, મહિલાઓની અટકાયત
પોલીસ ગ્રેડ પે આંદોલન ફરી સક્રિય થયું, મહિલાઓની અટકાયત
ગ્રેડ પે મુદ્દાને લઈ પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોએ ફરીથી વિરોધ શરૂ કર્યો છે. ગ્રેડ પે મુદ્દે આંદોલન કરવા સત્યાગ્રહ છાવણી જઈ રહેલા વિરોધકર્તાઓને અટકાવવામાં આવ્યા છે. વિરોધ કરી રહેલી મહિલાઓને અટકાવવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે ગ્રેડ પે મુદ્દે અગાઉ પણ માંગણી ઊગ્ર બની હતી, પોલીસ કર્મચારીઓના પરિવાર દ્વારા અગાઉ પણ ગાંધીનગર જઈ આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીતોનો સિલસિલો પણ ચાલ્યો હતો, જે બાદ સમાધાન કરી પોલીસનું ગ્રેડ પે વધારાનું આંદોલન શાંત પાડી દેવાયું હતું. જો કે હવે ફરીથી પોલીસ કર્મચારીઓના પરિજનોએ ગ્રેડ પેમાં વધારાની માંગણી સાથે સત્યાગ્રહ છાવણીમાં જઈ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો.
જે મહિલાઓની અટકાયત કરવામાં આવી તેમણે જણાવ્યું કે, "અમને બે મહિનાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કંઈપણ નિર્ણય ના આવ્યો હોવાથી અમે આંદોલન કર્યું છે. પરંતુ આ લોકો આંદોલન કરવા નથી દેતા. અમને ગાડીમાં બેસાડીને છાવણીએ લઈ જવાનું કીધું છે પરંતુ ક્યાં લઈ જશે તે ખબર નથી."
મળી રહેલી માહિતી મુજબ બે મહિના થઈ ગયા હોવા છતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી વાતચીત મુજબ હજી સુધી ગ્રેડ પે વધારવામાં ના આવતાં ફરીથી પોલીસ ગ્રેડ પે આંદોલન સક્રિય થઈ ગયું છે. આંદોલન કરવા માટે પોલીસ કર્મચારીઓના પરિજનો સત્યાગ્રહ છાવણી ગાંધીનગરે જવા માટે રવાના થઈ હતી પરંતુ સત્યાગ્રહ છાવણીએ પહોંચે તે પહેલાં જ આ તમામ મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. શું ગુજરાત પોલીસની ગ્રેડ પે વધારવાની માંગણી સ્વીકારી લેવામાં આવશે? જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
