
ચૂંટણી આચારસંહિતાને લઈને પોલીસતંત્ર એક્શનમાં, ૨૯૮૪૪ કેસ કરી ૨૪૭૧૦ આરોપીઓની ધરપકડ કરાઈ.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસતંત્ર સતત એક્શનમાં જોવા મળી રહ્યુ છે. આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સતત કાર્યવાહી કરાઈ રહી છે.
રાજ્યમાં ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ અન્વયે આચારસંહિતા લાગુ થઈ ત્યારથી અત્યારસુધીમાં કુલ ૨૯,૮૪૪ કેસ કરવામાં આવ્યા છે. અને ૨૪,૭૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ૨૪,૭૫,૬૫૦નો દેશી દારૂ અને૧૩,૨૬,૮૪,૨૧૬ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત ૩૧,૧૯,૦૦,૯૯૯ નો મુદ્દામાલ પકડ્યો છે.
આ સિવાય રાજ્યમાં રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ ૨,૬૦,૭૦૩ કેસ, Gujarat Prohibition Act, 1949 હેઠળ ૩૦,૦૫૧ કેસ, Gujarat Police Act, 1951 હેઠળ ૭૧ કેસો અને PASA Act, 1985 હેઠળ ૩૨૯ કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ૨,૯૧,૧૫૪ અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે.
રાજ્યમાં કુલ ૫૫,૬૪૦ પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા ૫૧,૧૨૬ હથિયારો જમા લેવાયા છે અને બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ સિવાય રાજ્યમાં The Arms Act 1959 હેઠળ ૭૮ ગેરકાયદેસર હથિયાર, ૩૫૪ ગેરકાયદેસર દારૂગોળા તથા ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવેલ છે.
રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ ૩૯ કેસ નોંધી કુલ ૬૧,૯૨,૭૭,૩૦૯ નો ૧૪૬૦.૯૮૯૫ કિગ્રાનો NDPS મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજ્યમાં ગેરકાયદે ઘુષણખોરી અટકાવવા ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. ચેકિંગ દરમિયાન પોલીસે વિવિધ કેટેગરીનો 69,30,06,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.