For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદા જિલ્લામાં 'નિર્ભયા સ્કવૉડ' શરૂ કરીને છેડતી રોકવા પોલીસની પહેલ

ગુજરાત મહિલો માટે સુરક્ષિત ગણાય છે પરંતુ મહિલાઓ માટે ગુજરાત હજી વઘુ સુગમ બને તે માટે રાજપીપળામાં પોલીસે એક નવતર પહેલી કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાત મહિલો માટે સુરક્ષિત ગણાય છે પરંતુ મહિલાઓ માટે ગુજરાત હજી વઘુ સુગમ બને તે માટે રાજપીપળામાં પોલીસે એક નવતર પહેલી કરી છે. ગામડામાંથી રાજપીપળા શહેરમાં ભણવા આવતી વિધાર્થિનીઓના છેડતીના કિસ્સા વધી રહ્યા છે જેને લઇ નર્મદા પોલીસ પણ સજાગ થઇ છે. આથી છેડતીના કિસ્સા રોકી શકાય અને મહિલાઓને એક સુરક્ષિત વાતાવરણ આપી શકાય. જોકે તે માટે પોલીસ અને જનતા બંનેનો પરસ્પર સહકાર મળી રહે તે માટે પોલીસે વિશેષ પહેલ નર્મદા જિલ્લામાં કરવામાં આવી છે.

Nirbhaya Square

નર્મદા જિલ્લાના પછાત અને આદિવાસી વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી છેડતીના કિસ્સા વધી રહ્યા છે. ગામડા માંથી રાજપીપળા શહેરમાં ભણવા આવતી વિધાર્થિનીઓના છેડતીના કિસ્સા વધી રહ્યા છે જેને લઇ નર્મદા પોલીસ પણ સજાગ થઇ છે અને ગુજરાતમાં પ્રથમ વાર નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્ક્વોડ મહિલા અને એન્ટી રોમિયો સ્ક્વોડનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોન્ચિંગ વડોદરાના રેન્જ આઇજી અભય ચુડાસમાએ કર્યું હતું.

આજે નર્મદા જિલ્લામાંથી 100થી વધુ મહિલા પોલીસની પસંદગી કરી તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે. જો કે આ નિર્ભયા સ્ક્વોર્ડ મહિલા પોલીસ પડકારને સ્વીકારશે અને રાજપીપળા શહેરમાં દરેક શાળામાં પહેરો ભરશે અને રોમિયોથી વિધાર્થીનીઓની રક્ષા કરશે. મહિલા સ્કવૉડને કાર્યક્રમમાં સુરક્ષા માટે એક સ્કૂટી બાઈક, હેલ્મેટ, વોકીટોકી આપવામાં આવી હતી. જો જરૂર પડશે તો તેમને બંદૂક પણ આપવામાં આવશે.

હવેથી શહેરમાં ફરતા રોમિયો દ્વારા કોઈ વિધાર્થીનીની છેડતી કરતા પકડાશે તો આ નિર્ભયા સ્ક્વોર્ડ મહિલા એન્ટી રોમિયો સ્ક્વોર્ડ તેમની સામે કાયદેસરના પગલાં ભરી જેલ હવાલે કરશે, ત્યારે આ નિર્ભયા સ્ક્વોર્ડ હાલ તો નર્મદા જિલ્લાથી શરૂઆત કરશે. આ શરૂઆતન પગલે સ્થાનિક મહિલાઓ તેમજ યુવતીઓએ જણાવ્યું હતું કે જે રીતે અહીં છેડતીના કિસ્સા બની રહ્યા હતા.. તે જોતા પોલીસે આ શરૂઆત સારી કરી છે અને નિર્ભયા સ્કવોર્ડન પગલે હવે શાળા અને કોલેજ જતી યુવતીઓ વિન સંકોચ પોતાના કામે નીકળી શકશે.

English summary
Police initiatives to stop molestation by launching 'Nirbhaya Square' in Narmada district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X