RJ કૃણાલ ઘરે પહોંચી પોલીસ, માતા-પિતા સમેત કૃણાલની થશે પૂછતાછ

મિર્ચી મુર્ગા નામે જાણીતો શો કરતા પ્રસિદ્ધ રેડિયો જોકી કૃણાલ દેસાઇની પત્ની ભૂમિ દેસાઇએ ગુરુવારે આત્મહત્યા કરી. તે બાદ એ વાત ચર્ચાનો વિષય બની ગઇ કે લગ્નના બે જ મહિલામાં તેવી તો શું થઇ ગયું કે ભૂમિને આત્મહત્યા જેવું અંતિમ પગલું લેવું પડ્યું. ત્યારે આવા જ કેટલાક સવાલોનો જવાબ મેળવવા માટે આજે બપોરે અમદાવાદમાં એસીપીનો કાફલો કૃણાલના આંબાવાડી ખાતેના સિલ્વર લીફ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યો. જ્યાં તેમણે કૃણાલ અને તેના માતા-પિતા જોડે પણ આ ધટના અંગે પૂછપરછ કરી.

નોંધનીય છે કે આ આત્મહત્યા બાદ બન્ને પરિવારો મીડિયાને ખાલી એટલું જ કહી રહ્યા છે કે પોલિસ તપાસ ચાલે છે. અમારે કંઇ કહેવું નથી. પણ ભૂમિનો પાસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધી કેવા નવા વયાંકો આવ્યા છે. શું માહિતી બહાર આવી છે તે વિષે જાણો અહીં

બહાર આવ્યું કૃણાલનું ભૂમિની અંતિમવિધિમાં ગેજહાજરીનું કાર

બહાર આવ્યું કૃણાલનું ભૂમિની અંતિમવિધિમાં ગેજહાજરીનું કાર

નોંધનીય છે કે શુક્રવારે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ ભૂમિનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં કૃણાલ સૂચક ગેરહાજરીએ લોકોને નવાઇ પહોંચાડી હતી. ત્યારે તેમાં એવા ખબર આવ્યા છે કે કૃણાલના પરિવારની માન્યતાઓ મુજબ પતિ, પત્નીની અંતિમવિધિમાં નથી જતો. અને માટે જ ભૂમિની અંતિમવિધિમાં કૃણાલ નહતો આવ્યો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

બે ડોક્ટરની પેનલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભૂમિ દેસાઇનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે મુજબ ભૂમિનું મોત માથામાં ગંભીર ઇજા થવાના કારણે જ થયું છે તેવું પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે.

7 લોકો નિવેદન

7 લોકો નિવેદન

આ ધટના બાદ પોલિસે અત્યાર સુધીમાં CCDના મેનેજર અને વેટર સમતે ભૂમિના મિત્ર મિતેશ સોની એમ કુલ 7 લોકોના નિવેદનો લીધા છે. મિતેશે પણ કહ્યું છે કે સીસીડીમાં ભૂમિએ તેના અને કૃણાલના નોકરી બાબતે થયેલા ઝગડાની વાત કરી હતી.

ભૂમિનો મોબાઇલ ફોન

ભૂમિનો મોબાઇલ ફોન

સુત્રો પાસેથી જે માહિતી મળે છે તે મુજબ ભૂમિનો ફોન તેની આત્મહત્યા વખતે પણ ચાલુ હતો. ત્યારે ભૂમિની આત્મહત્યા વખતે આ ફોન તૂટી જતા તેને એફએસએલમાં મોકલાયો છે.

સુસાઇડ કરે તેવી છોકરી નહતી

સુસાઇડ કરે તેવી છોકરી નહતી

ભૂમિનો પરિવારજનો જણાવ્યું કે તે મારી જ નથી શકતા કે ભૂમિએ આત્મહત્યા કરી છે. કારણ કે ભૂમિ આત્મહત્યા કરે તેવી છોકરી નહતી. પોલિસે જે તપાસ કરી છે તે મુજબ પણ ભૂમિ એક સ્વછંદી અને મહત્વકાંક્ષી યુવતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તેવું તો શું થયું કે તેને આ અંતિમ પગલું લેવું પડ્યું?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X