પોલીસે છેડતીની ફરિયાદ ન નોંધતા મહિલાએ કરી આત્મહત્યા

Subscribe to Oneindia News

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસર ગામની એક મહિલાએ આત્મહત્યા કરી છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે મહિલાની છેડતી અંગે ફરિયાદ ન નોંધતા આખરે પીડિતાએ આ પગલું ભર્યું છે. સાથે જ પરિવારજનોએ એમ પણ જણાવ્યું હતું કે, આરોપીઓ મહિલાને ધમકી ભર્યા ફોન કરી રહ્યા હતા અને બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધવાની વાત નકારી કાઢતાં મહિલાએ આત્મહત્યા કરી હતી.

molestation

ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાની ભરટ ઠુંમર નામના શખ્સે છેડતી કરી હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે, મહિલાએ ફરિયાદ નોંધાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેની જાણ ભરત ઠુંમરને થતાં તે 6 શખ્સો સાથે મહિલાના ઘરે પહોંચ્યો હતો તથા મહિલાને ધાકધમકી આપી હતી. તે ફોન પર પણ મહિલાને ધમકી આપતો હતો.

અહીં વાંચો - રાજકોટનો કાયાપલટ કરશે,100 કરોડના ખર્ચે બંધાનાર બસ ટર્મિનલ

આરોપીઓના ત્રાસથી મહિલા સહિત તેના પરિવારજનો પણ ગુંદાસરા ગામ છોડવા મજબુર થઇ ગયા હતા. પરિવાર ગામ છોડી રાજકોટ આવી રહ્યું હતું, તે દરમિયાન રસ્તામાં મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. જેથી મહિલાના પતિએ તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

અહીં વાંચો - 1557 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80 ટકા મતદાન

મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. હવે પરિવારજનો પીએમમાંથી મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યાં છે. પરિવારજનોની માંગ છે કે, જ્યાં સુધી આરોપી સામે પગલાં નહિં ભરાય ત્યાં સુધી તેઓ મહિલાનો મૃતદેહ નહિં સ્વીકારે.

English summary
Rajkot: Police refused to register molestation complaint. Victim woman committed suicide.
Please Wait while comments are loading...