નીતિન પટેલ: મહેસાણાની બેઠક પર જીતી જેણે બતાવી પોતાની તાકાત

Written By:
Subscribe to Oneindia News

મહેસાણામાં જીત મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પોલિટિકલ પ્રોફાઇલ લખતા પહેલા તેમની જ જાહેર સભામાં તેમના દ્વારા બોલવામાં આવેલું એક વાક્ય જરૂરથી લખીશ. મહેસાણામાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પ્રચાર કરવા આવેલા નીતિન ભાઇ પટેલની સભામાં પાટીદાર યુવકો દ્વારા હોબાળો કરતા સ્ટેજ પરથી નીતિન ભાઇએ કહ્યું કે "તમારો જન્મ પણ નહતો થયો ત્યારથી હું પાટીદાર નેતા છું." આ વાત એક જ વાક્યમાં ધણું કહી જાય છે. નીતિન પટેલની રાજકીય કારકિર્દી એક પટેલ નેતા તરીકે શરૂ થઇ. ખંતથી અને અનેક વાર આશા ખગારી નીકળવા છતાં તેમણે પાર્ટી દ્વારા તેમને સોંપવામાં આવેલું તમામ કામ નિયમ મુજબ સંભાળ્યું. મોદી વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં ગયાા ત્યારે પણ તેમના મુખ્યમંત્રી બનવાની વાતો ઉડતી હતી અને આનંદીબેને રાજીનામું અપાયું ત્યારે પણ તેમના મુખ્યમંત્રી બનવાની વાતો ઉડી હતી. આ પદના બદલે તેમને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું. પણ તેમ છતાં તેમને જે મળ્યું તે તેમણે બનતી નિષ્ઠાની નિભાવ્યું. એક વરિષ્ઠ નેતા, ટૂ ધ પોઇન્ટ વાત કરવામાં માનતા નેતા અને સાદગી પણ ચોટદાર વ્યક્તિ ધરાવતા નેતા એવા નીતિન પટેલ વિષે જાણું થોડુંક વધુ અહીં..

NitinBhai Patel

નીતિન પટેલ
નીતિન પટેલનો જન્મ 22 જૂન 1956માં મહેસાણાના વિસનગરમાં થયો હતો. પટેલ પરિવારમાંથી આવતા નીતિન ભાઇને બે પુત્રો છે. જયમીન પટેલ અને સની પટેલ. મહેસાણાથી જ પોતાની રાજકીય કારર્કિર્દી શરૂ કરનાર નીતિન ભાઇ મહેસાણાથી જ આ વખતે પણ વિધાનસભાની ચૂંટણી લડશે તેમ મનાય છે. જો કે આ વખતની ચૂંટણી તેમના માટે કપરા ચઢાણ સમાન ચોક્કસથી રહેશે.

Nitin Patel

નાણાં થી લઇને સ્વાસ્થય સુધી
મહેસાણાની બેઠકથી ધારાસભ્ય હોવાની સાથે જ સ્વાસ્થય મંત્રી, નાણાં મંત્રી સમેત ગૃહ મંત્રી જેવી મહત્વના મંત્રાલય સંભાળ્યા છે. જ્યારે હાર્દિક જેવા નેતાઓ સામે નહતા આવ્યા ત્યારે પટેલ સમુદાયમાં નીતિન પટેલ સૌથી ઊંચો દરજ્જો ધરાવતા હતા. જો કે પાટીદાર અનામત આંદોલન વખતે પણ એક પાટીદાર નેતા તરીકે તેમણે મધ્યસ્થી કરવાનો બનતો પ્રયાસ કર્યો હતો પણ તેમને સફળતા નહતી મળી તે બીજી વાત છે.

Gujarat BJP

સ્વચ્છ છબી
નીતિન પટેલ પોતાની સ્વચ્છ છબી માટે જાણીતા છે. અને સરકારમાં રહીને કામ કરવાનો સારો એવો અનુભવ પણ તે ધરાવે છે. મોદીની ગુડ વીલ લિસ્ટમાં નીતિન પટેલ હંમેશાથી રહેલા છે. નીતિન ભાઇ પટેલ પોતાને ખેડૂત નેતા ગણાવે છે. તે શિક્ષણ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમના ભાષણમાં તમને તેમનો અનુભવ ચોક્કસથી દેખાશે. મોટા ભાગે શાંતિથી જવાબ આપવામાં માનતા નીતિન ભાઇ ચોટદાર ભાષણ પણ આપી જાણે છે.

English summary
political profile of bjp nitin patel gujarat assembly election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.