મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકની રાજકીય સમિકરણ
મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકની રાજકીય સમિકરણ
મહેસાણા જિલ્લાનું બેચરાજી પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. આ બેચરાજીમાં બહુચર માતાનું સુવિખ્યાત મંદિર આવેલું છે. ત્યારે, અહીના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેચરાજી વિધાનસભા 2012માં નવી રચના થઇ હતી, જેમાં મહેસાણા અને બેચરાજી તાલુકાના 72 જેટલા ગામોનો મતવિસ્તારમાં સમાવેશ થાય છે.. આ વિધાનસભા મતવિસ્તારમાં 2.58 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં, 1.33 લાખ પુરૂષ મતદારો આવેલા છે. જ્યારે, 1.25 લાખ સ્ત્રી મતદારો નોઁધાયેલા છે. જે બેઠકમાં કૂલ 283 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

આ બેચરાજી બેઠકના રાજકીય ગણીતની જો ચર્ચા કરવામાં આવે તો, જે બેઠક 2012માં અસ્તિત્વમાં આવી છે. જેમાં ભાજપના રજની પટેલે આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. જેની પહેલાં બેચરાજી મતવિસ્તારનો સમાવેશ પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકમાં સમાવેશ થતો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રજની પટેલની સામે કોંગ્રેસના ભરત ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસે ભાજપના રજની પટેલને હરાવી આ બેઠક જીતી લીધી હતી.
બેચરાજી વિધાનસભા બેઠકના જાતિગત સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક પર ઠાકોર અને પાટીદાર સમાજનું વર્ચસ્વ રહેલું છે. ઠાકોર મતદારો 27 ટકા જેટલા નોંધાયેલા છે. જ્યારે, પાટીદારો પણ 26 ટકા જેટલા છે. એસસી મતદારોનું પ્રમાણ 15 ટકા જેટલું જોવા મળે છે. જ્યારે ઇત્તર મતદારોમાં ચૌધરી, માલધારી અને ક્ષત્રિય મતદારો પણ નિર્ણયાક પ્રમાણમાં છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી સુખાજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે, કોંગ્રેસે ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે. આમ આદમા પાર્ટીમાંથી સાગર રબારીને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે, આ ત્રિપાંખીયા જંગમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસને ઠાકોર જ્ઞાતિના ઉમેદવારો સામે ચૂંટણી જંગનો મુકાબલો જોવા મળી રહ્યો છે. ત્યારે, સાગર રબારી પણ મજબુત લડત આપી રહ્યા છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
