Porbandar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: પોરબંદર લાઇવ રિઝલ્ટ, મનસુખ માંડવિયા વર્સિસ લલિત વસોયા
Porbandar Lok Sabha Election Result Live: 2019માં પોરબંદર લોકસભા ચૂંટણીમાં ભાજપને 59.36 ટકા વોટશેર મળ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 35.17 ટકા વોટ જ મળ્યા હતા. ભાજપના રમેશભાઈ ધડુક 2 લાખ 29 હજારથી વધુની લીડથી પોરબંદર સીટ તો જીતી લીધી હતી પરંતુ અગાઉની લોકસભા ચૂંટણી 2014ની સરખામણીએ ભાજપનો વોટશેર 3.41 ટકા ઘટ્યો હતો.

2014માં ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઇ રાદડિયાને 62.77 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કાંધલભાઇ જાડેજાને માત્ર 29.69 મત જ મળ્યા હતા. ત્યારે આજે પોરબંદરનું રિઝલ્ટ જાહેર થવાનું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હોવાથી પણ પોરબંદર લોકસભા સીટ ચર્ચામાં છે. મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ગત ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખનાર લલિત વસોયા પર ફરી એકવાર ભરોસો જતાવ્યો છે.
પોરબંદરની સીટના ઈતિહાસની વાત કરીએ તો 1977માં પહેલીવાર પોરબંદર સીટ માટે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી, જેમાં જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ પટેલ ચૂંટાઈને સંસદ ભવન પહોંચ્યા હતા. કોંગ્રેસ પોરબંદર માત્ર 3 વખત જ જીતી શકી છે, જ્યારે ભાજપે 8 વખત પોરબંદર સીટ જીતી છે.
પોરબંદર લોકસભા મતવિસ્તારમાં જે 7 વિધાનસક્ષા મતક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ સામેલ છે. પોરબંદરમાં કૂલ 17 લાખ 68 હજાર 212 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 51.83% એટલે કે 9 લાખ 16 હજાર 519 મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Porbandar Election Result Live જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે. અહીં તમને પોરબંદર સીટના રિઝલ્ટની સાથે જ કયા રાઉન્ડમાં કયા ઉમેદવાર કેટલા મતથી આગળ કે પાછળ છે, લોકોનો શું મંતવ્ય છે, નેતાઓની ટિપ્પણી વગેરે જેવી બાબતોથી અવગત કરાવશું.
લાઇવ અપડેટ
8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. પોરબંદર બેઠક પરથી ભાજપના મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે.
8:48 AM - પહેલા રાઉન્ડની મતગણતરીના અંતે પોરબંદરમાં અપસેટ સર્જાયો, પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે.
8:56 AM - પોરબંદરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 9419 મતથી આગળ
9:15 AM - પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા 3 રાઉન્ડ બાદ 50000 મતથી આગળ .
11:31 AM - ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા 2,30,085 મતોથી આગળ ચાલી રહ્યા છે.
11:46 AM - પોરબંદરમાં 8મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 1,92,496 મતથી આગળ ચાલી રહ્યા છે.
12:41 PM - 13 રાઉન્ડના અંતે પોરબંદર લોકસભઆ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 2 લાખ 62 હજાર 643 મતથી આગળ ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
