Porbandar News : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું ટ્રેકટરમાં બેસી પૂરના પાણીનું નિરીક્ષણ
Porbandar News : કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે પોરબંદર-માધવપુર હાઇવે પર ટ્રેક્ટરમા બેસીને ઘેડ વિસ્તારમાંથી આવતા પૂરના પાણીનું નિરીક્ષણ કર્યું હતું.
અતિ ભારે વરસાદના પગલે જિલ્લા પ્રવાસે આવેલા જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ઘેડ વિસ્તારમાંથી આવતા પાણીના પ્રવાહની સ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને અગ્રણીઓ સાથે જરૂરી વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું હતું.

પાથરા વિસ્તાર નરવાઇ મંદિરની બાજુમાં નેશનલ હાઈવે પર ભાદર અને ઓજત નદીના પાણી નવીબંદર બારાથી દરિયામાં નિકાસ પામે છે. તે પાણીના પ્રવાહનું નિરીક્ષણ કરી મંત્રીશ્રીએ સ્થાનિકો સાથે વાર્તાલાપ કરી પાણીમાં જોખમ ન ખેડવા સલાહ આપી સરકારના માર્ગદર્શનમા જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્તોને મદદ માટે ખડેપગે તૈનાત છે તેમ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. આ સાથે અગ્રણીઓ તથા અધિકારીઓને પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
