નશો કરીને આવેલા પોલીસે સ્કોર્પિયોની કરી લૂંટ, થયા સસ્પેન્ડ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

પોરબંદરમાં કેટલાક પોલીસકર્મચારીઓ રીઢા થઇને જાણે પોતેજ કમિશ્નર હોય તેટલો દમામ રાખીને ફરતા હોય છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી જ પીધેલી હાલતમાં સ્કોર્પિયોની લૂંટ કરીને નાસી છૂટયો હતો અને ત્યારબાદ આ કોન્સ્ટેબલની ફરજ પરના પીએસઆઇ સહિતનાઓએ ધરપકડ નહીં કરતા અંતે એસપીએ કડક પગલું ભરીને પીધેલા હેડ કોન્સ્ટેબલ સહિત કમલા બાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઇ અને તેની સાથેના અન્ય પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખતા પોલીસ બેડામાં ચકચાર મચી હતી.

gujarat police

પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં શારદા મંદિર સ્કુલ પાસે રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી ઉજવલ મનસુખભાઇ લાખાણીએ એવા પ્રકારની પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તેને ત્યાં કામ કરતો એક યુવાન એકટીવા લઇને વિરભનુની ખાંભીથી જુના ફુવારા તરફ નીકળ્યો ત્યારે તેનું સ્કુટર કમલાબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. જનકસિંહ બદરૂભાઇ બસીયાએ અટકાવીને ડીટેઇન કર્યુ હતું. લાખાણીને બનાવની જાણ કરતા ઉજવલભાઇ ઉપરાંત નયનભાઇ અને આસીફભાઇ વગેરે સ્કોર્પીયોમાં ત્યાં પહોચી ગયા હતા.

જનકસિંહ બસીયાએ ઉગ્ર બનીને ઉજવલભાઇ ઉપરાંત તેની સાથે રહેલા યુવાનોને સામસામા માથા ભટકાવીને દારૂના ગુન્હામાં ફીટ કરવાની ધમકી આપી હતી. આથી આ યુવાનો ડરી ગયા હતા અને ત્યાંથી ભાગવા ગયા ત્યારે કોન્સ્ટેબલ જનકસિંહ બસીયાએ પથ્થરના છુટા ઘા માર્યા હતા.

આ બનાવમાં પકડાયેલા હેડ કોન્સ્ટેબલને મેડીકલ તપાસ માટે લઇ જવાતા તે પીધેલો હોવાનું બહાર આવ્યું હતું આથી સમગ્ર બનાવની સાચી હકીકત સામે આવતા પોલીસ સામે જ પોલીસ ફરીયાદ થઇ હતી તેમ છતાં ફરજ પરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ખુંટી અને અન્ય સ્ટાફે જનકસિંહની ધરપકડ કરવાને બદલે પોલીસમથકમાંથી જ તેને જવા દેવાયો હોવાનું બહાર આવ્યું હતું.

આ ગંભીર બનાવની જાણ એસ.પી. શોભા ભુતડાને થતા તેમણે કડક કાર્યવાહી કરીને પીધેલા હેડ કોન્સ. જનકસિંહ ઉપરાંત પીએસઆઇ ખુંટી અને ડી સ્ટાફના કર્મચારીઓ સલીમભાઇ પઠાણ, ઉદયભાઇ વરૂ, યુવરાજસિંહ જાડેજા અને ભરતસિંહ વગેરે છ પોલીસ કર્મચારીઓને એક ઝાટકે સસ્પેન્ડ કરી નાખ્યા હતા. પોરબંદરના કમલા બાગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ સહિત કુલ છ વ્યકિતઓનો સ્ટાફ સસ્પેન્ડ થતા આખેઆખો ડી સ્ટાફ ખાલી થઇ ગયો છે અને પોલીસ બેડામાં પણ આ બનાવે ચકચાર જગાવી છે.

પોરબંદર પંથકમાં આ ચોકાવનારી ઘટનાથી ચકચાર મચી છે. પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખવાની ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે.

English summary
porbandar police did shameful act, suspended from the duty

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.