For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવીણ તોગડિયાનો પીએમ મોદી પર હુમલો, મુસલમાનોના વકીલ ગણાવ્યા

વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો છે. પ્રવીણ તોગડિયા એ પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ મુસ્લિમ મહિલાઓના વકીલ તરીકે કામ કરી રહ્યા છે, તેઓ પ્રધાનમંત્રીને લાયક નથી. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંદુત્વના નામ પર અને હિન્દૂ વોટોના દમ પર નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા. પરંતુ ભારતને હિન્દૂ દેશ બનાવવા અને કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા કરવાને બદલે તેઓ મુસલમાનોના વકીલ બની ગયા. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રિપલ તલાક મુસલમાનનો અંગત મામલો છે. તેવામાં હિન્દૂ સરકારના નેતા તરીકે તેમને આવી ચિંતા નહીં કરવી જોઈએ.

હિન્દૂ અધિકાર અને કલ્યાણ

હિન્દૂ અધિકાર અને કલ્યાણ

પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે નેતાઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા તેમને એક અલગ બીજેપી કોંગ્રેસ બનાવી લીધી. આજ કારણ છે કે હિન્દૂ અધિકાર અને કલ્યાણ વિશે વાત કરવા માટે બનાવવામાં આવેલી પાર્ટી આજે મુસલમાનોના અધિકારો પર ચર્ચા કરી રહી છે.

રામ મંદિર બને

રામ મંદિર બને

પ્રવીણ તોગડીયા એક ધાર્મિક સંમેલન માટે મથુરા પહોંચ્યા હતા. અહીં તેમને જણાવ્યું કે શુ રામ મંદિર બનાવવા માટે હિન્દુઓએ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ફોન કરવો જોઈએ? પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને દશકા સુધી બીજેપી અને વીએચપીની સેવા એટલા માટે કરી કારણકે રામ મંદિર બને, પરંતુ મંદિર બન્યું નહીં.

આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા

આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા

પ્રવીણ તોગડીયાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા. તેમને સખત શબ્દોમાં જણાવ્યું કે દેશના મોટાભાગના રાજ્યોમાં બીજેપી સરકાર છે તેમ છતાં બીજેપી અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં અસમર્થ છે. જેથી સમજી શકાય છે કે મોટાભાગના નેતાઓના મગજમાં શુ ચાલી રહ્યું છે.

ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે

ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે

પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે અને આવું કર્યું છે તેઓ ઉદેશ ભૂલી ગયા છે જેમના માટે તેમને સરકારમાં મોકલવામાં આવ્યા હતા પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો 2014 ઈલેક્શન દરમિયાન હિન્દૂ અધિકારો વિશે વાત કરતા હતા તેમને વર્ષ 2019 દરમિયાન તેમની નિષ્ક્રીયતાનુ પરિણામ ભોગવવું પડશે

English summary
Praveen Togadia said Narendra Modi came to power as a Hindu leader but now acts like a Muslim advocate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X