Prepaid Smart Meter : ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર, જાણો શું કહ્યું સરકારે?
Prepaid Smart Meter : ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને સતત વિરોધ જોવા મળી રહ્યો છે. હવે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગે સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ મહત્વની જાણકારી આપી છે.
ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત રહેશે. સ્માર્ટ મીટરથી ગ્રાહકો તેમના વીજ વપરાશની સંપૂર્ણ માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકશે.

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આગળ જણાવ્યું કે, પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના ઘણા પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.
જણાવી દઈએ કે, સ્માર્ટ મીટર એડવાન્સ મીટરિંગ સિસ્ટમ ધરાવે છે, જે ડિસ્ટ્રિબ્યુશન કંપની અને ગ્રાહક બંને સાથે કોમ્યુનિકેટ કરે છે.
ગુજરાતમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ગ્રાહકો માટે આ મીટર અદ્યતન ટેકનોલોજી સાથે વધુ સુવિધાઓ પ્રદાન કરે છે. વીજ વપરાશની સંપૂર્ણ માહિતી, રિઅલ-ટાઈમ મોનિટરિંગ અને સરળ રીચાર્જ વ્યવસ્થા હવે દરેક સ્માર્ટ મીટર ધારક માટે ઉપલબ્ધ હશે.
જણાવી દઈએ કે, સ્માર્ટ મીટરને લઈને ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે અને લોકો તેને હટાવવા સતત માંગ કરી રહ્યા છે. આ સ્થિતી વચ્ચે હવે સરકારે તેને ફરજીયાતની માહિતી આપી છે.












Click it and Unblock the Notifications
