જૂનાગઢમાં મહાશિવારાત્રીના મેળાને લઈ તૈયારીઓ શરૂ, આ વખતે આ વસ્તુઓ હશે ખાસ
26 ફેબ્રૂઆરી મહાશિવરાત્ર છે અને મહાશિવરાત્રીના દિવસે જે ભક્તો ભગવાન શિવની પૂજા કે ભક્તિ કરે છે તેને ભગવાનના આશીર્વાદ મળે છે. ત્યારે હવે મહાશિવારાત્રીને ગણતરીના દિવસો બાકી છે અને હવે શિવમંદિરોમાં શિવરાત્રી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શિવરાત્રીના દિવસે જૂનાગઢમાં પણ ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળામાં સાધુ-સંતો અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢમાં આગામી 22 ફેબ્રૂઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે.
મહાશિવરાત્રીના આયોજન માટે જૂનાગઢ તંત્ર સાથે સાધુ-સંતો અને આગેવાનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિવરાત્રીના મેળાની તૈયારી, વ્યવસ્થા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
દર વર્ષે મહાશિવરાત્રીના મેળાની જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ મેળામાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો ભાગ લેવા આવે છે.

તા. 22 થી 26 ફેબ્રુઆરી સુધી યોજનાર મહાશિવરાત્રિનાં મેળાનું સુચારું આયોજન થાય તે માટે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં તંત્રનાં અધિકારીઓ, પદાધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી.
માહિતી અનુસાર, આ બેઠકમાં સાધુ-સંતો દ્વારા અનેક પ્રકારનાં સૂચન કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ભવનાથ વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે.
આ કારણે પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ હોવાથી સાધુ-સંતો દ્વારા પાણીની ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગ કરાઈ છે.












Click it and Unblock the Notifications
