MS યુનિ.ના પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું સંબોધન
દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. પોતાની મુલાકાતના બીજા દિવસે તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પદવિદાન સમારંભમાં હાજરી આપી હતી,
દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. પોતાની મુલાકાતના બીજા દિવસે તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પદવિદાન સમારંભમાં હાજરી આપી હતી, તેમની સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ હાજર રહ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ કોવિંદે વિદ્યાર્થીઓનું સંબોધન પણ કર્યું હતું. તેમણે અહીં વિદ્યાર્થીઓને પોતાની આવડત અને રોબોટિક એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. સાથે જ તેમણે વિજ્ઞાન અને કળાને સરખી મહત્તા આપવા માટે તથા જરૂરિયાત હોય એવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે યુનિવર્સિટીના વખાણ પણ કર્યા હતા.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સાયજીરાવ ગાયકવાડ દૂરંદેશી અને આજે આ ભૂમિ પરથી હું તેમની દૂરંદેશીને નમન કરું છું. તેમણે વંચિત વર્ગને સહાય કરી હતી અને એ પણ એવા સમયે જ્યારે એ વર્ગમાંથી કોઇ આગળ આવ્યું ન હતું. ડૉ.બાબાસાહેબા આંબેડકરને મળેલ સફળતાનો શ્રેય વડોદરાના આ રાજવી પરિવારને જાય છે. કડક સુરક્ષા વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
