Vedanta Semiconductor Plant : બે વર્ષમાં ખુલી જશે સેમિકન્ડક્ટરનું કારખાનુ, વેદાંતા ગૃપના પ્રમુખ અનિલ અગ્રવાલ
Vedanta Semiconductor Plant : વેદાંત અને ફોક્સકોન વચ્ચેનું સંયુક્ત સાહસ ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટમાં ઉત્પાદન બેથી અઢી વર્ષ બાદ શરૂ થઇ જશે.
અરબપતિ ઉદ્યોગપતિ અને વેદાંતા ગૃપના પ્રમુખ અનિલ અગ્રવાલે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, વેદાંતા ગૃપ ભારતમાં સેમિકન્ટક્ટર બનાવવની ગુજરાતમાં પ્રસ્તાવિત પોતાની સંયુક્ત ઉદ્યમ પરિયોજનાને બે-ત્રણ વર્ષમાં ઉભી થઇ શકે છે. તેમણે ઉત્પાદન ચાલુ કરવા ઇચ્છે છે.

અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, તેમનો પ્રયાસ સેમિકન્ટક્ટર ફેક્ટરી તેમજ કોમ્પ્યુટર સિસ્ટમમાં મગજ તરીકે કામ કરતા માઇક્રોચિપ્સના ઉત્પાદન માટે ઇકોસિસ્ટમ વિકસાવશે. ભારતમાં વેદાંત-ફોક્સકોન સેમિકન્ટક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની શક્યતા વિશે પૂછવામાં આવતા અનિલ અગ્રવાલે કહ્યું, અમે ગુજરાતને પસંદ કર્યું છે. ત્યાંની જમીન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર સારું છે. અમારો પ્રયાસ છે કે, અઢી વર્ષમાં સેમિકન્ટક્ટરનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવે. અમે આમાં સહાયક ઇકોસિસ્ટમ પણ વિકસાવવા માંગીએ છીએ.
અત્રે નોંધનીય છે કે, વેદાંતે ગયા વર્ષે તાઇવાનની કોમ્પ્યુટર સેમિકન્ટક્ટર કંપની ફોક્સકોન સાથે દેશની પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે સંયુક્ત સાહસ કરાર કર્યો હતો. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારતમાં માઈક્રોચિપ ફેક્ટરી સ્થાપિત કરવા માટે મળેલી દરખાસ્તો પર સરકાર એક સપ્તાહની અંદર નિર્ણય લઈ શકે છે.
વેદાંત રિસોર્સિસ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવીનીકરણીય ઉર્જા અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સહિતના વિવિધ ક્ષેત્રોમાં દેશની મજબૂત પ્રગતિને ટાંકીને ભારતની ગણના વિશ્વના પ્રથમ રાષ્ટ્ર તરીકે થવી જોઈએ.
ભારતને અન્ય આર્થિક મહાસત્તાઓમાં આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને શ્રેય આપતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતે જે બે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, તે રિન્યુએબલ અને હાઇડ્રોજન-સંચાલિત ઊર્જાનો ઉપયોગ છે.
અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સેમિકન્ટક્ટર ઉત્પાદન ક્ષમતા ભારતને બદલી નાખશે. ભારતે અનેક પડકારો છતાં સેમિકન્ડક્ટર ચિપ્સ વિકસાવવા માટે નક્કર રોડમેપ તૈયાર કર્યો છે. ચિપ્સ એ ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ સુધીની દરેક વસ્તુનો મહત્વપૂર્ણ અભિન્ન ભાગ છે. ભારતમાં ચિપ મેન્યુફેક્ચરિંગ એક સપનું હતું. જે આ સરકારના વિઝનને કારણે હકીકતમાં ફેરવાઈ ગયું છે.












Click it and Unblock the Notifications
