For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસી ભારતીયોને વડાપ્રધાને ભારત નિર્માણમાં સહયોગની અપીલ કરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા જણાવ્યું કે અમારા પૂર્વજોના પ્રયાસના પગલે આજે અમારી સંસ્કૃતિ દુનિયાભરમાં પોતાની અલગ અલગ બનાવી રાખી છે. તેમણે જમાવ્યું કે ભારતમાં ખૂબ જ સંભાવનાઓ છે અને સંભાવનાઓની તલાશમાં આપણે ભારતની બહાર જવાની જરૂર નથી.

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ક્યારેય પણ જો મોટું સંકટ આવ્યું છે તો દુનિયાભરમાં રહેનારા ભારતીયોના આંખમાં અશ્રુ હોય છે. પ્રવાસી ભારતીયોને પણ એટલી જ પીડા થાય છે જેટલી ભારતમાં રહેનારા કોઇપણ ભારતીયને થાય છે. તેમણે જણાવ્યું કે અમારા દેશ માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે યોગ દિવસને મનાવવા માટે યૂએનમાં 193માંથી 177 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું.

વડાપ્રધાને જણાવ્યું કે અમે અમારા તમામ વચનોનું પાલન કર્યું છે. ડીઆઇઓએ કાર્ડ હોલ્ડરની સમસ્યાને સમાપ્ત કરી દીધી. સાથે જ ડીઆઇઓએ કાર્ડ હોલ્ડર્સને ભારત આવવા પર દરેક અઠવાડીએ પોલીસ સ્ટેશનમાં જવાની પણ જરૂરીયાત નથી. વડાપ્રધાને જણાવ્યું કે પ્રવાસી ભારતીય સાથે મેળમેળાપ અપેક્ષાઓ માટે નથી પરંતુ હળી-મળીને સુખ-દુ:ખની વહેંચણી કરવી અમારો ઉદ્દેશ્ય છે.

મોદીના ભાષણની હાઇલાઇટ્સ:

  • મોદીએ પોતાના ભાષણની શરૂ એવી રીતે કરી કે અત્રે વસતા ગુજરાતીઓ પ્રવાસી ભારતીયોનું સ્વાગત કરે છે.
  • 200 જેટલા દેશોમાં ભારતીય લોકો વસવાટ કરે છે અને ત્યાં પોતાની માટીની સંસ્કૃતિ ફેલાવી રહ્યા છે.
  • પહેલા પોતાની જાતને સાબિત કરવા માટે લોકોને દેશ છોડીને બહાર જવું પડતું હતું.
  • પરંતુ હવે પોતાના દેશમાં જ અઢળક તકો રહેલી છે.
  • દુનિયા ભારતની તરફ એક આશાની નજરે જોઇ રહી છે.
  • આખી દુનિયા મહાત્મા ગાંધીને જાણવા અને સમજવા માંગે છે.
  • પ્રવાસી ભારતીયોને પણ એટલી જ પીડા થાય છે જેટલી ભારતમાં રહેનારા કોઇપણ ભારતીયને થાય છે.
  • યોગ દિવસને મનાવવા માટે યૂએનમાં 193માંથી 177 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું.
  • મા ગંગાના સફાઇ અભિયાનમાં દરેક પ્રવાસી ભારતીયોને કોઇને કોઇ રીતે યોગદાન આપવા જણાવ્યું હતું.

મોદીના ભાષણને સાંભળો વીડિયોમાં....

English summary
Prime minister addresses nris in gurat pravasi bhartiya sammelan, he says this meet is for the making of nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X