પ્રવાસી ભારતીય સમ્મેલનમાં મોદીએ રજૂ કર્યો 100નો સિક્કો
ગાંધીનગર, 8 જાન્યુઆરી: ગુજરાતના ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100નો સિક્કો રજૂ કર્યો. આ સિક્કાની એક બાજુ મહાત્મા ગાંધીની જવાનીની તસવીર છે અને બીજી તરફ વૃદ્ધ રાષ્ટ્રપિતાની.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દુનિયાના 200થી પણ વધારે દેશોમાં ભારતીયો વસેલા છે અને પ્રવાસીઓના કારણે ભારતને વૈશ્વિક ઓળખાણ મળી છે. તેમણે જણાવ્યું કે પહેલા પોતાની જાતને સાબિત કરવા માટે આપણા પૂર્વજોએ દેશ છોડીને બહાર જવું પડતું હતું, પરંતુ હવે પોતાના દેશમાં જ અઢળક તકો રહેલી છે.

વડાપ્રધાને જણાવ્યું કે અમે અમારા તમામ વચનોનું પાલન કર્યું છે. ડીઆઇઓએ કાર્ડ હોલ્ડરની સમસ્યાને સમાપ્ત કરી દીધી. સાથે જ ડીઆઇઓએ કાર્ડ હોલ્ડર્સને ભારત આવવા પર દરેક અઠવાડીએ પોલીસ સ્ટેશનમાં જવાની પણ જરૂરીયાત નથી. વડાપ્રધાને જણાવ્યું કે પ્રવાસી ભારતીય સાથે મેળમેળાપ અપેક્ષાઓ માટે નથી પરંતુ હળી-મળીને સુખ-દુ:ખની વહેંચણી કરવી અમારો ઉદ્દેશ્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે મહાત્મા ગાંધીને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોથી આજે પણ વિશ્વ પ્રેરણા મળે છે. વિદેશોમાં પણ ગાંધીની પ્રતિમાઓ લાગેલી છે. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ વિદેશથી પાછા ફરતી વખતે ભારતની સેવા કરી.

પ્રવાસી ભારતીયોને પણ એટલી જ પીડા થાય છે જેટલી ભારતમાં રહેનારા કોઇપણ ભારતીયને થાય છે. તેમણે જણાવ્યું કે અમારા દેશ માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે યોગ દિવસને મનાવવા માટે યૂએનમાં 193માંથી 177 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું

મોદીના ભાષણનો વીડિયો જોવા માટે પ્રિવિયસ બટન પર ક્લિક કરો...












Click it and Unblock the Notifications
