• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

|
Google Oneindia Gujarati News

પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે મોરબીમાં ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના બની હતી જેમા 135 જેટલા લોકોના મોત થયા હતા. જેને યાદ કરીને પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતુ કે, તેમનું મન મોરબીના પિડીતો સાથે છે. કર્તવ્ય પથને લઇને તેમને આ કાર્યક્રમમાં હાજર રહેવુ પડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે આજે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે તેમને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૨૦૨૨ ના વર્ષનો આ એકતા દિવસ એ આપણા માટે વિશેષ દિવસ છે, આ વર્ષમાં આપણે આપણી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે, તે માટે આજના દિનનું આપણા માટે વિશેષ મહત્વ રહ્યુ છે. સરદાર પટેલની જન્મ જયંતી - એકતા દિવસ એ આપણાં માટે ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે.

વડાપ્રધાન મોદીએ જો આપણી સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન લડાઈ હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે, જો ૫૫૦ થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ન થયું હોત તો શું થાત ? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે. સરદાર પટેલે આ અશક્ય લાગતુ કાર્યને પૂર્ણ કરી સમગ્ર ભારતને એકતાંતણે જોડ્યું હતું.

એકતાની શક્તિ એ ક્યારેય આપણાં માટે વિવશતા નથી રહી, પરંતુ એ સદા સર્વથા આપણી ભારતીયોની વિશેષતા બની રહી છે. એકતાની ભાવના એ પ્રત્યેક ભારતીયોના અંતર મનમાં રચાયેલી રહી છે. દેશ ઉપર જ્યારે પણ કોઈ આપદા આવી છે, તેવા સમયે દેશ એકજૂટ બની સેવા - સહયોગની સંવેદના સાથે ઉભો રહ્યો છે.

પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, ભારતની એકતા દુશ્મનોને ખટકે છે. ગુલામીના કાલખંડમાં પણ આ એકતા દુશ્મનોને ચૂભતી હતી, તેથી જ બહારના લોકોએ ભારતને તોડવા માટે અનેક પ્રયાસો કર્યા, તેની સામે આપણે આપણી એકતાના અમૃતના કારણે તેનો મક્કમતાથી સામનો કરી શક્યા હતા.

આજે પણ આપણે તોડનારી, વિભાજન કરવાવાળી તાકાતની સામે જાગૃત બનવું પડશે, તેમ જણાવી વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, દેશને કમજોર કરવાવાળી તાકાત એ ગુલામીની માનસિકતા, વ્યક્તિગત સ્વાર્થ અને ભ્રષ્ટાચારના રૂપમાં આપણી સામે આવે છે, તેની સામે આપણે ભારત માતાના સંતાનો તરીકે એકજૂટ બની જવાબ આપીને સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવું પડશે.

વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની પ્રત્યેક લોકોના વિકાસ માટેની સર્વ વિકાસની વિભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં ભાષા - ભોજન ભલે અલગ હોય, પરંતુ આજે તમામ લોકો સુધી સરકારની નીતિ - યોજનાને પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. દસકાઓ સુધી ઉપેક્ષિત પ્રત્યેક સમાજને પ્રાધાન્ય આપી તેને વિકાસની તરાહમાં જોડયા છે. સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે એક મિશનના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે. આ મિશન એ દેશના સંવિધાનમાં સામાન્ય માનવીના વિશ્વાસનું માધ્યમ બની રહ્યું છે.

મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની તાકાત એ તેની એકતામાં રહેલી છે. દેશની એકતા એકજૂટતા એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. કેવડીયા ખાતે લોકોની એકતાથી વિકસિત બનેલું એકતાનગર એ આજે ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે. આ એકતાનગર ખાતે રચાયેલ એકતા મોલ, એકતા નર્સરી, એકતા ફેરી, એકતા રેલ્વે સ્ટેશન સહિતના અનેક સ્થાનકો રાષ્ટ્રીય એકતા માટે આપણને પ્રેરિત કરી રહ્યા છે.

તેમણે એકતાનગર ખાતે નિર્માણ પામેલ મિયાવાકી વન, મેઝ ગાર્ડનના નવીન આકર્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ એકતાનગર એ પર્યાવરણ સુરક્ષા, પશુ - પક્ષી સુરક્ષા, સોલાર એનર્જી જેવા વિભિન્ન ક્ષેત્રોમાં આજે મોડેલ બની ઉભરી રહ્યું છે.

English summary
Prime Minister got emotional remembering the victims of Morbi disaster
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X