વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, માતા હીરાબાને મળ્યા નરેન્દ્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી શનિવારના રોજ તેમની માતાને મળ્યા હતા. નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસેન વિસ્તારમાં સ્થિત તેમના માતાના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા.
ગાંધીનગર, 28 ઓગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી શનિવારના રોજ તેમની માતાને મળ્યા હતા. નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસેન વિસ્તારમાં સ્થિત તેમના માતાના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે.

PM મોદી કચ્છ, ગાંધીનગરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે
આ દરમિયાન વડાપ્રધાન લગભગ અડધો કલાક તેમની માતા સાથે વિતાવ્યો હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએજણાવ્યું કે, અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન અડધો કલાક તેમની માતાને મળ્યા હતા.
ત્યારબાદ તેઓ ગાંધીભવન ખાતે રાજભવન ગયા હતા, જ્યાં તેમણે શનિવારની રાત્રે આરામ કર્યો હતો. આજે વડાપ્રધાન મોદી કચ્છ, ગાંધીનગરમાં આયોજિતથનારા કાર્યક્રમમાં ભાગ લેશે.

હું નાનો હતો, ત્યારે મારી માતા ચરખાનું કામ કરતા હતા
ખાદી ઉત્સવને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ સ્પિનિંગ વ્હીલ સાથેના તેમના અંગત સંબંધો વિશે વાત કરી હતી.
પોતાની માતાનેયાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું નાનો હતો, ત્યારે મારી માતા ચરખાનું કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની માતા 18જૂનના રોજ 100 વર્ષના થઈ ગયા છે.

PM મોદીએ લોકોને ખાદીને પ્રમોટ કરવાની અપીલ કરી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ખાદી ઉત્સવના કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં ખાદી વિશે લોકોજાગૃત છે, જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, તે નવો ઈતિહાસ રચી શકતો નથી.
ખાદી એ આપણા વારસાનો અભિન્ન અંગ છે. આપણેઆપણો વારસો સાચવવો પડશે, તો જ દુનિયા આપણો આદર કરશે. વડાપ્રધાન મોદીએ લોકોને ખાદીને પ્રમોટ કરવાની અપીલ પણ કરી,વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખાદીને સ્થાનિકથી વૈશ્વિક તરફ જતી કોઈ રોકી શકે નહીં.

આજે PM મોદીના મન કી બાત સંબોધન કરશે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાત કરશે. વડાપ્રધાન મોદીએટ્વિટ કરીને લોકોને મન કી બાત કાર્યક્રમ સાંભળવા વિનંતી કરી છે.
દર મહિનાના છેલ્લા રવિવારના રોજ વડાપ્રધાન મોદી રેડિયો પર મનકી બાત કાર્યક્રમ કરે છે. આ દરમિયાન વડાપ્રધાન દેશ સાથે અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરે છે. આજે PM મોદીના મન કી બાતકાર્યક્રમનો 92મો એપિસોડ સવારે 11 કલાકે પ્રસારિત થશે.












Click it and Unblock the Notifications
