વડાપ્રધાન મોદીએ 15 વર્ષ પહેલા કહ્યું એ કરી બતાવ્યું

Prime Minister Modi: કચ્છમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અંતરિક્ષથી નજર પણ આવશે. આ 800 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં બન્યો છે. વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર 2020માં આનો પાયો નાંખ્યો હતો. આ પાર્કથી લગભગ 20 મિલિયન એટલે કે 2 કરોડ ઘરોને ક્લિન એનર્જી મળશે.

વડાપ્રધાન મોદીએ આજથી 15 વર્ષ પહેલા જે કહ્યું હતું, તેને વડાપ્રધાન બન્યા બાદ સાકાર કરીને દેખાડ્યું છે. 15 વર્ષ પહેલા એક સમાચાર ચેનલ સાથે વાત કરતા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોલર પેનલ એનર્જી વિશે પોતાનો પ્લાન જણાવ્યો હતો.

એક સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સોલર એનર્જીના ક્ષેત્રમાં ઘણો અવકાશ છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સૌર ઉર્જા અને પવન ઉર્જા એ સૌથી સરળ ઉપાય છે. વડાપ્રધાન મોદીએ કચ્છના ધોરડોમાં ચિંતન શિબિરમાં પોતાનું સંપૂર્ણ આયોજન જણાવ્યું હતું.

Prime Minister Modi

PM મોદીએ જણાવ્યું હતું સંપૂર્ણ આયોજન - તે દિવસોમાં વડાપ્રધાન મોદી ધોરડો દ્વારા કચ્છને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવામાં વ્યસ્ત હતા, તેથી ધોરડોમાં વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવું જોઈએ. તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સમયે તેમણે જે કહ્યું તેમાં કોપનહેગનમાં ઉપસ્થિત વિશ્વના નેતાઓ માટે કચ્છનો છુપો સંદેશ હતો. તે ચિંતન શિબિરમાં મોદીએ સૌને વિચાર આપ્યો હતો અને કચ્છમાં સૌર ઉર્જા ઉત્પાદનની છુપાયેલી સંભાવનાઓને શોધવા સૂચનો પણ આપ્યા હતા. પછી આ ખૂબ જ નોંધપાત્ર વિસ્તારમાં કામ શરૂ થયું હતું.

આજે ભારત સરકાર ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહી છે. ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્ક

કચ્છના બૃહદ રણમાં લગભગ 800 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. કચ્છનું રણ એક દુર્ગમ સોલ્ટ માર્શ છે, જે

નજીકના માનવ વસાહતથી ઓછામાં ઓછા 70 કિમી દૂર સ્થિત છે. આ સ્થળ ભારત-પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે. જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ

થશે ત્યારે સિંગાપોરના કદ જેટલો હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પાર્ક એટલો મોટો હોવાની આશા છે કે, તે અંતરિક્ષમાંથી પણ

દેખાશે. વધુમાં પ્રોજેક્ટની અંદાજિત કિંમત 2.26 બિલિયન ડોલર છે.

માર્ચ સુધીમાં 2.5 ગીગાવોટ ઊર્જાનું ઉત્પાદન શરૂ થશે - આ સોલાર અને વિન્ડ હાઇબ્રિડ પાર્કમાં અદાણી ગ્રીનનું સૌથી મોટું ઇન્સ્ટોલેશન હશે, જેણે અહીં 17 ગીગાવોટ (GW) ક્ષમતાની વીજ ઉત્પાદન સુવિધાઓનું બાંધકામ શરૂ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં, અદાણી ગ્રીન આ પાર્કમાંથી લગભગ 2.5 ગીગાવોટ (GW) ઊર્જાનું ઉત્પાદન કરવાનું શરૂ કરશે. જે બાદ તે એક જ જગ્યાએ સૌર ઉર્જા ઉત્પાદનની ક્ષમતા ધરાવતું ભારતનું સૌથી મોટું પાર્ક બની જશે. હાલમાં, સ્થળ પર સોલાર પેનલ્સ અને વિન્ડ મિલોની સ્થાપના કરવામાં આવી રહી છે. કામદારો સબ-સ્ટેશન બનાવવા અને વાયર નાખવાની પ્રક્રિયામાં પણ રોકાયેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X