ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધન કરશે.
કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ થતા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સંદર્ભે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા ગાંધીનગર ખાતે મહાનગર ભાજપ સંયુક્ત કાર્યકર્તા સંમેલનને સબોધન કરશે.
કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ થતા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સંદર્ભે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા ગાંધીનગર ખાતે મહાનગર ભાજપ સંયુક્ત કાર્યકર્તા સંમેલનને સબોધન કરશે.

ભાજપ દ્વારા મોદી શાસનને 8 વર્ષના ભાગ રૂપે 1 થી 15 જૂન સુધી વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યા છે. જેના ભાગ રીપે દરેક જિલ્લામાં કાર્યક્રતા સંમેલન કરીને વિસ્તારક યોજના અમલમાં મુકલવમાં આવી હતી. તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓ દરેક જિલ્લામાં જઇને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે લોકોને તમજ કાર્યકર્તાઓને જાણકારી આપશે.
ભાજપ યુવા મોર્ચા, મહિલા મોર્ચા તેમજ ઓબીસ, દલિત, અને આદિવાસી મોર્ચા દ્વારા અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવ્યા છે. જેમા કેન્દ્રની જન કલ્યાણકારી યોજનાની માહિતી લોકો સુધી પહોચાડવાની વાત જનતા વચ્ચે જઇને નેતાઓ અને કાર્યકર્તાઓ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારના કાર્યક્રમ ભાજપ માટે ખૂબ મહત્વ ધરાવે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આ પ્રકારના સતત કાર્યક્રમો આપવામાં આવતા રહેશે
આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે તેને લઇને પણ ભાજપ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. 10 જૂનના રોજ પ્રધાનમંત્રી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે જેમા તે અમદાવાદની મુલાકાત લેશે. જ્યાં ઇસરોનું નવી બિલ્ડીંગની મુલાકાત લેશે












Click it and Unblock the Notifications
