For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મ જયંતિના એક્તા પરેડમાં કેવડીયા ખાતે પણ હાજર રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના 30 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ આવશે. દિવાળી અને નવા વર્ષ બાદ ફરી ગુજરાતના પ્રવાસે પીએમ આવતા હોવાથી તંત્ર દ્વારા તેની તૈયારી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી 30 ના રોજ વડોદર

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના 30 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ આવશે. દિવાળી અને નવા વર્ષ બાદ ફરી ગુજરાતના પ્રવાસે પીએમ આવતા હોવાથી તંત્ર દ્વારા તેની તૈયારી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી 30 ના રોજ વડોદરામાં 5 હજાર જેટલા ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે. તેમજ સંસ્કારી નગરીમાં વધારે રોકાણ થાય અને યુવાનોને રોજગારી મળે તે માટે ચર્ચા કરશે.

NARMADA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના આ પ્રવાસ દરમિયાન સરદાર વલ્લબભાઇના જન્મજયંતીની ઉજવણીમાં પણ ઉપસ્થિત રહેશે. કેવડીયા ખાતે યોજાનાર એક્તા પરેડમાં તે હાજરી આપશે સાથે જ નરેન્દ્ર મોદી બોડેલીના કાર્યક્રમ પાસે કકરોલીયા ખાતે આગામી 31મી ઓક્ટોબરના રોજ માનગઢમાં તેમના દ્વારા આદિવાસી વિસ્તારમાં સભાને સંભોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની શક્યતા હિમાચલ પ્રદેશ સાથે જ ગુજરાત વિધાનસભાની મતગણતરી થવાની શક્યતા છે. આ પહેલા રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ મળશે ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા અનેક જાહેરાત કરવામાં આવી શકે છે.

English summary
Prime Minister will discuss with 5 thousand industrialists in Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X