5075 પી.ટી શિક્ષકોની ભરતી 11 માસના કરાર આધારીત કરવામાં આવશે
રાજ્ય સરકારે વર્ષોથી ખાલી પડેલી પી.ટી. શિક્ષોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચરત માધ્યમિક શાળઆઓમાં આ શિક્ષકોની ભરતી કરવા માટે સ્પોર્ટ્સ એપ્ટિટ્યુટ ટેસ્ટથી 5075 હંગાણી પી.ટી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

રાજ્યની સરકાર ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી પી.ટી શિક્ષોની ભરતી કરવામાં નથી આવી. પી.ટી શિક્ષોની ભરતીની માગ વર્ષોથી કરવામાં આવી રહી હતી. ત્યારે સરકાર દ્વારા કરાર આધારીત 5075 પી.ટી શિક્ષકોની હંગાણી ધોરણે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે કરેલા ઠરાવ અનુસાર 300 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક માધ્યમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં ખેલ સહાયકોની ભરતી કરવામાં આવશે.
આ ભરતી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે. આ પરીક્ષામાં એમસીક્યુ આધારીત 100 માર્ક્સની હશે જેમાથી 70 માર્ક્સ ખએલકુદને લકતા હશે. 200 માર્ક્સ બાળ વિકાસ શિક્ષણ સિદ્ધાંતોને લગતા અને 10 માર્ક્સ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હશે. પરિણામ બાદ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ મેરિટ યાદી તૈયાર કરીને નિમણૂંક કરવામાં આવશે.
આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમા શાળા પસંદગીની પણ તક આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પાસ કરનાર ઉમેદવારની 21 હજારના માનદ વેતન આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
