જમ્મુ કાશ્મીરના પુલવામાં ગુજરાતી જવાન થયો શહીદ

Subscribe to Oneindia News

અમદાવાદના મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતા બ્રિજેશકુમાર કુશવાહનો 22 વર્ષીય પુત્ર પ્રદીપસિંહ ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓ સાથે થયેલી હિંસક અથડામણમાં ગોળી લાગતા શહીદ થયો છે. ત્યારે આજે તેના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારે તેનો સમગ્ર પરિવાર તેમજ મેઘાણી નગરમાં શોક ફેલાઈ ગયો છે.પ્રદીપસિંહ ચાર વર્ષ પહેલાં આર્મીમાં જોડાયો હતો અને 40 દીવસ પહેલા જ તેનું પોસ્ટિંગ જમ્મુ માં થયું હતું. તેના પરિવારના સભ્યો એ જણાવ્યું કે કુશવાહ મૂળ મધ્ય પ્રદેશ ના રતલામના વતની છે અને તેના માતા ઉમાબેન અને પિતા બ્રિજેશ સિંહ હાલ અમદાવાદમાં રહે છે.

gujarati jawan

જ્યારે તેનો ભાઈ કુલદીપ પણ થોડા મહિના પહેલા આર્મી માં જોડાયો હતો. આજે સાંજે પ્રદીપસિંહ નો મૃતદેહ વિષેશ પ્લેન માં અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. જો કે તેના માતા પિતા હાલ રતલામ થી અમદાવાદ તરફ રસ્તા માં હોવાથી પ્રદીપસિંહ નો પાર્થિવ દેહ કેંટોનમેન્ટ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યારે કાલે સવારે તેમનો ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

English summary
Pulwama encounter with terrorist, Ahmedabad's jawan martyr.
Please Wait while comments are loading...