પુરુષોત્તમ રૂપાલાનું પ્રમોશન થતા તેમના ગામમાં ઉજવણી કરાઈ
પુરૂષોત્તમ રૂપાલાને કેન્દ્રિય કેબિનેટમાં પ્રમોશન મળતા ગામમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામના વતની પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપી મોદી કેબિનેટમાં સમાવાયા છે. તેમના વતન ઇશ્વરીયા ગામમા ખુશીનો માહોલ સર્જાયો છે. પ્રમોશનના સમાચાર મળતા સ્થાનિકો ગ્રામજનો રૂપાલાના ઘરે પહોંચ્યા હતા અને મો મીઠા કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

આ પ્રસંગે સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો ઈશ્વરિયા પહોંચ્યા હતા. દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા અભ્યાસકાળથી મિત્ર છે. દિલીપ સંઘાણીએ પુરુષોત્તમ રૂપાલાના માતાનુ મો મીઠુ કરાવી ખુશી વ્યકત કરી હતી. રૂપાલાના માતાએ પણ ભાજપના કાર્યકર્તાઓને મીઠાઈ કરાવી હતી.
દિલીપ સંધાણીએ જણાવ્યુ હતુ કે, અમે બન્ને પ્રાથમિક શાળામાં સાથે હતા ત્યાંથી અમારી મિત્રતા છે. જાહેર જીવનમાં એકસાથે કામ કરીએ છીએ. રાજકીય દ્રષ્ટીકોણ અને માણસ પારખવાની એમનામાં સારી શક્તિ છે. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર, એક આચાર્ય, ધારાસભ્ય, રાજ્યમાં મંત્રી અને સાંસદ તરીકે કામ કરતા મેં જોયા છે. કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે કૃષિ અને સહકારી ક્ષેત્રના પ્રશ્નો તે ઉકેલતા હતા. હવે કેબિનેટમાં જે વિભાગ સોંપાશે તેમા સબળ અને સફળ જશે મને વિશ્વાસ છે. જ્યારે અમરેલીના હોય અને મારા મિત્ર છે તો મને તો ગૌરવ થાય ભારતીય જનતા પાર્ટીને મોટો યશ અપાવશે.












Click it and Unblock the Notifications
