For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદી સંભાળશે દેશનું સુકાન, રાદડિયા શું છે એ જોઇ લેજો'

By Super
|
Google Oneindia Gujarati News

modi-vitthal-radadia
ધોરાજી, 8 માર્ચઃ ધોરાજી ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા બાદ વિઠ્ઠલ રાદડિયાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા, તેમણે કોંગ્રેસને સ્પષ્ટ ધમકી આપતા કહ્યું હતું કે 2014ની સામાન્ય ચૂંટણીમાં જોઇ લેજો કે વિઠ્ઠલ રાદડિયા શું છે અને તેની તાકાત શું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 2014માં દેશનું સુકાન નરેન્દ્ર મોદી સંભાળશે અને ગુજરાતનું ગૌરવ વધારશે.

તેમણે કહ્યું કે, નવા રૂપ રગં સાથે આપણે મળ્યા છીએ, છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસના ગુણગાન ગાઇ-ગાઇને બહુ મોટો ઠાકડો લાગ્યો, કોંગ્રેસને મજબૂત કરવા માટે ખરા પ્રયત્નો કર્યા, પણ નરેન્દ્ર મોદીએ આપણને ફાવવા ના દીધા. સ્વાભાવિક છે કે, માણસો અને મતદારો કામ કરનાર માણસને મત આપતા હોય છે, ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીએ વિકાસ કર્યો, વિકાસ પુરુષ તરીકે જેમણે નામના મેળવી અને એની સામે રાજકારણમા અમે ધુળ ઉડાડતા રહ્યા.

રાજકારણમાં ન ગમતી વાત હોય પણ તે ગમાવવી પડતી હોય છે, કારણ કે પાર્ટી લઇને બેઠા છીએ, રાજકિય વિરોધ ના કરીએ તો અમે રાજકિય માણસના કહેવાય, પણ મન નહોતું માનતું, દરેકની કંઇક મહેચ્છા હોય, પાર્ટીમાં હોદ્દાની સાથે, નેમ સાથે રાજનિતિ કરીએ, પણ જ્યારે મજબૂત માણસને અન્યાય કરવામાં આવે ત્યારે દુઃખ પહોંચે. અમે લોકોની ચિંતા કરી છે, ભયંકર સ્થિતમાં કોંગ્રેસનો ઝંડો ઉંચો રાખતા, પણ કંઇક લેવા આપવાની વાત આવતી ત્યારે કહેતા કે વિઠ્ઠલ રાદડિયા તો ગુંડો છે, મને ટોલ નાકું નડતું. મજૂરી કરાવી હોય તો તે રાદડિયા કરશે પણ લાભ અપાતો નહીં. આ લડાઇ છેલ્લા 18 વર્ષથી લડી છે અને તેમાં માનસિક થાક લાગ્યો છે.

2014ની ચૂંટણીની વાત કરતા તેમણે કહ્યું કે, 2014ની ચૂંટણીમાં મોદી સમગ્ર દેશનું સુકાન સંભાળવા જાય ત્યારે આપણને ગૌરવ થાય, ગુજરાતનો માણસ વડાપ્રધાન બને, જેને આપણે કહી શકીએ અને એ આપણા ગુજરાતનો વિકાસ કરે. જેની સામે કોંગ્રેસની અંદર અમે મુંઝાતા હતા. કોંગ્રેસની સરકારના મસમોટા કરોડોના કૌભાંડો અને ભ્રષ્ટાચારો થતાં હતા, અમે પાર્ટીને કહ્યું પણ પાર્ટીએ અમારી વાત ના માની, આ સહન કરવામા અમારી મર્યાદાઓ આવી ગઇ હતી. મોદીની આગેવીનીમાં આજે કેસરિયો ખેસ પહેર્યો છે, મોદીએ બે ગાંઠ વાળી અને કહ્યું કે આ છૂટે નહીં, મેં કહ્યું, બે વધારે મારો અમે પણ થાક્યા છીએ.

English summary
Vittalbhai Radadia says to congress see my strength in 2014 poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X