ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પ્રભારી તરીકે રાઘવ ચઢ્ઢાની નિમણૂક!
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પૂર જોશમાં પોતાના પ્રચારમાં લાગી ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીથી અલગ આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરા જોરથી ચૂંટણી લડી રહી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પૂર જોશમાં પોતાના પ્રચારમાં લાગી ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીથી અલગ આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરા જોરથી ચૂંટણી લડી રહી છે. ત્યારે, આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ પણ સતત ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે. આમ આદમી પાર્ટીની થિંક ટેંક ગણાતા નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખી દીધા છે અને સતત ચૂંટણીની રણનીતિઓ ઘડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક ગુજરાતની ચૂંટણીને સંપુર્ણ રીતે કમાન સંભાળી રહ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવવામાં સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢાનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે.

ત્યારે, હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના વધુ એક યુવા નેતા રાઘવ ચઢ્ઢાને જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતના સહ પ્રભારી તરીકે તેમને મોકલવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ દિલ્હી અને પંજાબ વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય રણનીતિ તૈયાર કરવામાં અને મિડિયા મેનેજમેન્ટમાં મહત્વની કામગીરી સંભાળી છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાઘવ ચઢ્ઢાને ખાસ યુવા વર્ગને આકર્ષવા અને ચૂંટણી પ્રચારને હાઇટૅક લેવલ આપવા માટે મહત્વની જવાબદારી આપી છે. ત્યારે, ભાજપ અને કોંગ્રેસે પણ હવે યુવા વર્ગને આકર્ષવા યુવા ચહેરાને આગળ કરવાની ફરજ પડશે.












Click it and Unblock the Notifications
