સુરતના વરાછામાં રાહુલ ગાંધી સંબોધશે જનસભા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે નવસારીના બી.આર.ફાર્મ ખાતે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. સુરતના વરાછામાં રાહુલ ગાંધી જનસભા સંબોધનાર છે. શહેરમાં સવારથી આ સભાની તૈયારીઓ થઇ રહી હતી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વિશાળ મંચના પાછળના ભાગથી રાહુલ ગાંધીના પ્રવેશની તૈયારી કરવામાં આવી હતી.

rahul gandhi

આ સુરત સભા પહેલાં શહેરમાં રાહુલ ગાંધીને સવાલ કરતાં વિવિધ પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા હતા, આ પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્ને સરદાર પટેલને લગતા હતા. સરદાર પટેલને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કેમ ન બનાવવામાં આવ્યા? ઉપરાંત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરદાર પટેલને ભારત રત્ન આપવામાં 41 વર્ષની વાર શા માટે લગાડી? જેવા સવાલોવાળા પોસ્ટર્સ શહેરમાં જોવા મળ્યા હતા.

English summary
Congress VP Rahul Gandhi addressed a rally in Varachha, Surat on Friday evening.
Please Wait while comments are loading...