For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી પૂલ દુર્ઘટનાને લઈને રાહુલ ગાંધીના બીજેપી પર પ્રહાર, કહ્યું- જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં?

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે હવે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. હવે મોડે મોડે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. હવે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે હવે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. હવે મોડે મોડે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. હવે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. રાહુલ ગાંધીએ સુરત અને રાજકોટમાં જનસભાઓને સંબોધી હતી. રાજકોટમાં રાહુલ ગાધીએ મોરબી પૂલ દુર્ઘટનાને લઈને સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મોરબી બ્રિજ દુર્ઘટના વિશે વાત કરતા રહ્યું કે, આ અકસ્માતમાં 150 લોકોના મોત થયા છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. સવાલ એ ઊભો થાય છે કે આ કામ કરનારાઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં? તેન સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી નથી.

રાહુલ ગાંધીએ મોડે મોડે આજે ગુજરાતના સુરતમાં પહેલી સભાને સંબોધી હતી. અહીં રાહુલ ગાધીએ આદિવાસીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ અહીં યુવાનો અને ખેડૂતોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને મોરબીની ઘટના અંગે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપે પોતાના લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે. અકસ્માત માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મોરબી દુર્ઘટના વિશે પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ કામ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી, એફઆઈઆર પણ નોંધવામાં આવી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સાથે તેમના સારા સંબંધ છે તો શું તેને કંઈ નહીં થાય? ચોકીદારને પકડીને અંદર કર્યા. જવાબદારો સામે કંઈ થયું નથી. તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી અકસ્માતમાં 150 લોકોના મોત થયા હતા. આ કોઈ રાજકીય મુદ્દો નથી.

English summary
Rahul Gandhi attacks BJP over Morbi pool disaster
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X