Video: PMએ કરેલ નોટબંધીની જાહેરાતની રાહુલે કરી મિમિક્રી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં સંબોધન કરતાં પીએમ મોદીની મજાક ઉડાવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં રાજકીય પક્ષો વચ્ચે વાતાવરણ ગરમાયું છે. સોમવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તેઓ અલ્પેશ ઠાકોરના નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. ગાંધીનગરમાં યોજાયેલ આ કાર્યક્રમાં મંચ પરથી સંબોધન કરતાં તેમણે ગુજરાતની વર્તમાન સરકાર, નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જીએસટી અને નોટબંધી મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને આ દરમિયાન તેમણે પીએમ મોદીની મિમિક્રી પણ કરી હતી.

rahul gandhi mocks pm

રાહુલ ગાંધીએ ગત 8 નવેમ્બરે પીએમ મોદીએ કરેલ નોટબંધીની જાહેરાતની કોપી કરતાં કહ્યું હતું કે, 'ખબર નહીં, 8 નવેમ્બરે શું થયું! પીએમ મોદી ટીવી પર આવ્યા અને કહ્યું કે, હું તમારો વડાપ્રધાન છું, મને 500 અને 1000ની નોટો પસંદ નથી આથી રાત્રે 12 વાગ્યાથી હું આ નોટો રદ્દ કરવા જઇ રહ્યો છું. હા હા હા.... આમ કહી તેમણે નોટબંધી લાગુ કરી દેશને કુહાડી મારી હતી.' રાહુલ ગાંધીનો આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. તમે પણ આ વીડિયો જુઓ અહીં....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X