રાહુલ ગાંધી : અમારો CM આવતા જ દલિત મુદ્દા ઉકેલશે

Posted By:
Subscribe to Oneindia News

સોમવારે, ઉત્તર ગુજરાતની નવસર્જન યાત્રાના અંતિમ દિવસે કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાટણ પહોંચ્યા હતા. અહીં તેમણે દલિતોના મોટા મંદિર ગણાતા વીર મેઘમાયાની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. સાથે જ તેમણે રાણકી વાવની પણ મુલાકાત લીધી હતી. આ પછી તેમણે અનુસુચિત જાતિ સ્વાધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નોંધનીય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના ભાગ રૂપે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. અને આજે આ યાત્રાના છેલ્લા દિવસે તે પાટણથી મહેસાણા સુધીની યાત્રા કરશે. જેમાં તે બહેચરાજી, રાધનપુર સર્કલ જેવા વિસ્તારોની પણ મુલાકાત લેશે. સાથે જ બહેચરાજીમાં પણ દર્શન કરશે.

rahul gandhi

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણની દ્રષ્ટ્રીએ રાહુલ ગાંધીની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. વળી રાહુલ ગાંધી એ વખતના ચૂંટણી પ્રચારમાં લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે અનુસુચિત જાતિ સ્વાધિકાર સંવાદ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો અમારી સરકાર દલિતોનું શોષણ કરતા લોકોને સખત સજા આપશે. અને અમે અમારી સરકારમાં તેવો મુખ્યમંત્રી બનાવીશું જે સૌપ્રથમ તેના કામોનું નિરાકરણ લાવે તે દલિતોના હિતમાં હોય. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા પાટીદારો અને ઠાકોર બાદ દલિત વોટ પણ પોતાની તરફ ખેંચવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ તેમની સરકાર આવતા જ દલિત મુદ્દાઓના નિરાકરણની વાત કરી હતી.

English summary
Rahul Gandhi in Gujarat : Read here all the news on his Day 3 schedule of Yuva Rojgar Khedut Adhikar Navsarjan Yatra.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.