'ભ્રષ્ટાચાર છે, રોજગારી નથી છતાં માર્કેટર કહે છે ગુજરાત ચમકે છે'

ગુજરાતના સહિયારા વિકાસનો જશ એક વ્યક્તિ ખાય છે
આજે ગુજરાતનો વિકાસ માત્ર એક વ્યક્તિની ઓળખ તરીકે જાહેર કરવામાં આવે છે, શું ગુજરાતની પ્રજા યુવાન કંઇજ નથી કરી રહ્યો. ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે કે જે કંઇ પણ થાય છે તે માત્ર એક વ્યક્તિ કરે છે, કામ તમે કરો છો અને બધાને કહે છે કે મે કર્યું, એ ખોટું છે.
ગુજરાતમાં કેટલા લોકો પાસે છે નેનો
વિકાસની વાતો સાથે સાણંદમાં આવેલા નેનો પ્રોજેક્ટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે કેટલાની પાસે નેનો છે, તમે લોકો 60 હજાર રૂપિયા આપ્યા છે, દરેક નાગરીકે આપ્યા છે પરંતુ શું બધાની પાસે નેનો કાર છે ખરી.
ગાંધીજી મારા રાજકારણના ગુરુ
જામનગરમાં જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે, ભારતમાં ગુજરાત રાજ્યનું એક અલગ મહત્વ છે. ગુજરાત સાથે નહેરું પરિવારને અનોખો સંબંધ છે. ગુજરાતે દેશન લોકતંત્ર આપ્યું. લોકશાહી દેશને ગુજરાતે શિખવી છે. હું છેલ્લા 8 વર્ષથી રાજકારણમાં છું અને મારા રાજકારણના ગુરુ કોણ છે તે અંગે હું તમને જણાવવા માંગુ છું. મારા રાજકારણના ગુરુ ગાંધીજી છે. ગાંધીજીની વિચારધારા જૂની છે તેમ બધા કહે છે. પણ તમને જણાવવા માંગુ છું કે હું એ વિચારધારા કેમ માનું છું અને તેમને મારા ગુરુ શા માટે માનું છું. અમારી સામે કપરા નિર્ણયો આવતા હોય છે. આ કરીએ કે પેલું કરીએ, જ્યારે અમારી સામે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અમારે અમારા માટે કેટલાક નિયમો બનાવવા પડે છે, ગમે તે થાય પરંતુ હું એ નિયમને નહીં તોડું. નિયમ નહીં હોય તો લાંબો વિચાર નહીં કરી શકાય.
ગાંધીજીનો નિયમ હતો કે સહેલો કાયદો, તેમનો એ કાયદો હતો કે ભારતના દરેક વ્યક્તિનો અવાજ સાંભળવો જોઇએ, પછી તે ગરીબ હોય કે અમીર. ગાંધીજીની એ વિચારધારા હતી. જે ગુજરાતની વિચારધારા છે. ગાંધીજીના એ નિયમોના કારણે આજે આ બેઠકો થઇ રહી છે. જો તેમણે એ નિયમો ના આપ્યા હોત તો આ બેઠકો નહીં થાત, આ નિયમો ગુજરાતે આપ્યું છે. કોંગ્રેસ સરકાર દ્વારા જે ક્રાન્તિઓ કરવામાં આવી છે તેને ગુજરાત સાથે જોડવાનો તમણે પ્રયત્ન કરી ખેડુતોનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો.
ટેલિકોમ ક્રાન્તિ ગુજરાતની દેણ
તેમણે કહ્યું કે, અમે કૃષિમાં ક્રાન્તિ લાવ્યા અને દેશના ખેડુતોને આગળ લાવ્યા. આજે બધાની પાસે હાથમાં મોબાઇલ છે, એવો એકપણ વ્યક્તિ નથી કે જેની પાસે મોબાઇલ ના હોય, આ ટેલિકોમ ક્રાન્તિ રાજીવ ગાંધી અને સામ પિત્રોડાએ કરી. સામ પિત્રોડા ક્યાંના છે ગુજરાતના. માટે આ કામ પણ ગુજરાતે કર્યું છે. ભ્રષ્ટાચારની વાતો કરવામાં આવે છે, પહેલાં ભ્રષ્ટાચાર છૂપો રહેતો, આજે પણ ગુજરાતમાં એ છૂપો જ રહે છે. તેને બહાર લાવવા માટે અમે આરટીઆઇ લાવ્યા, અમને ખબર હતી કે આરટીઆઇ આવવાથી ઘણું બધું બહાર આવશે, તેમ છતાં અમે તેને લાવ્યા, કારણ કે અમે આમ આદમીને અવાજ આપવા માગતા હતા. અમે આદિવાસીઓને જમીન પાછી આપી અને તેમને તેમનો અવાજ પાછો આપ્યો.
ગુજરાતમાં તમારો અવાજ નહીં માત્ર એકનો જ અવાજ સંભળાય છે
લોકોની શક્તિ અંગે કહ્યું હતું કે, તમે લોકો દેશની શક્તિ છો, આમ આદમી, અમીર અને ગરીબ બધા દેશની અને પ્રદેશની શક્તિ છે. રાજનેતાનું કામ શું હોય છે તે ગાંધીજીએ જણાવ્યું છે અને કર્યું છે. આમ આદમીના અવાજને સાંભળો અને સમજો. પોતાના સપનાઓને દૂર કરો અને આ અવાજના સપનાઓ માટે લડો તેમ ગાંધીજીએ કહ્યું હતું. પરંતુ ગુજરાતમાં આમ આદમીનો અવાજ નથી ચાલતો. તમારી સરકાર અને તમારા મુખ્યમંત્રી તમારા અવાજને નથી સાંભળતા, તે માત્ર પોતાના અવાજને સાંભળે છે, તેમના પોતાના સપનાઓ છે અને તે એ જ સપનાઓ અંગે વિચારે છે. સાચો રાજનેતા એ હોય છે જે તમારા સપનાઓને પોતાના સપનાઓ બનાવે છે અને પોતાના અવાજને શાંત કરીને ગરીબ- કમજોરોના અવાજને વધારે છે અને સાંભળે છે.
ભ્રષ્ટાચાર છે, રોજગારી નથી છતાં માર્કેટર કહે છે ગુજરાત ચમકે છે
લોકતંત્ર અંગે વાત કરતા તેમણે કહ્યું કે લોકતંત્ર ગુજરાતની દેણ છે, અહીં એસેમ્બલી 25 દિવસ બેસે છે અને ચોમાસામાં એકવાર છે, પરંતુ ત્યાં તમારો અવાજ સંભળાતો નથી. આરટીઆઇમાં 14 હજાર અરજીઓ પેન્ડિંગ છે, કારણ કે તમારો અવાજ સંભળાતો નથી. જે ભ્રષ્ટાચાર અંદર છૂપાયેલો છે તેને બહાર લાવવામાં આવતો નથી. શક્તિ કોઇ એક વ્યક્તિની નથી હોતી, બધાની હોય છે, શક્તિ ગુજરાતના આમ આદમીઓ અને યુવાનોમા છે, આદિવાસીઓમાં છે જેને દબાવવામાં આવી રહી છે. અહીં થાય છે તો માત્ર સારું માર્કેટિંગ. ગુજરાત ચમકે છે અને ચમકી રહ્યું છે. અહીં પાણી કેટલો સમય મળે છે. ત્રણ દિવસે માત્ર 25 મીનિટ, છતાં માર્કેટર કહે છે કે ગુજરાત ચમકે છે. અહીં 10 લાખ લોકો પાસે રોજગારી નથી, પરંતુ ગુજરાતમાં ચમક છે ઘણી સારી ચમક છે.
ચૂંટણીનો સમય છે તમારે નિર્ણય લેવાનો છે, હું તમને માત્ર એક વાત કરી શકું છું કે ગુજરાતને એક વ્યક્તિ નથી ચલાવી શકતો, ગુજરાતને જનતા, આમ આદમી, ચલાવે છે. તમારા બાળકો, સ્કૂલ જાય છે ભણે છે, તે ગુજરાતને ચલાવશે. એ ભવિષ્ય છે. તેમને માત્ર ગુજરાતને નથી બદલાવું દેશને પણ બદલવાનો છે.
ગુજરાતમાં ગુસ્સો અને અત્યાચાર છે
ગાંધીજી અંગ્રેજો સામે લડ્યા પ્રેમથી લડ્યા, દુશ્મનો સાથે પણ પ્રેમથી લડી શકાય છે પરંતુ અહીં ગુજરાતમાં તો ગુસ્સો અને અત્યાચાર છે. તમારે વોટ આપવાનો છે તમે વિચારો, તમે એ વાતને યાદ રાખો કે ગુજરાતની વિચારધારા પ્રેમ અને ઇજ્જત અને બધાને એકસાથે લઇ જવાની વિચારધારા, ગાંધી-પટેલે આપણને આપી છે.
એફડીઆઇ તેમનો મુદ્દો છતાં પણ ભાજપ કરે છે વિરોધ
હું ભાજપની વાત કરવા માંગુ છું, તેનું કામ માત્ર વિરોધ કરવાનું છે. અમે પાર્લામેન્ટમાં એફડીઆઇ લાવ્યા, એફડીઆઇથી સૌથી વધારે ફાયદો આમજનતા અને ખેડૂતને થશે, અમે ખેડૂતના વિકાસ માટે એ લાવ્યાં, પરંતુ ભાજપે તેનો વિરોધ કર્યો. એફડીઆઇ તેમનો પોતાનો જ મુદ્દો હોવા છતાં પણ તે સમર્થન આપી રહ્યાં નથી, કોણપણ વાતને સમર્થન નહીં માત્ર વિરોધ કરશે જેનાથી જનતાને નુક્સાન થઇ રહ્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
