For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાત પદયાત્રા'માં ભાગ લઇને મોદીને પડકારશે રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 જાન્યુઆરી: હજી સુધી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના હુમલાનો જવાબ નહીં આપનાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે મોદીના ગઢ ગુજરાતમાં જ તેમને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આઠ ફેબ્રુઆરીના રોજ રાહુલ 'રાહુલ પ્રદેશ યૂથ કોંગ્રેસ વિકાસ શોધ' યાત્રામાં ભાગ લેશે અને દક્ષિણ ગુજરાતના બારડોલીમાં એક પબ્લિક મીટને પણ સંબોધિત કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની આ રેલી મોદીના એ પ્રોજેક્ટના જવાબમાં છે, જેમાં મોદી સરકાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાં 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી'નું નિર્માણ કરાવી રહી છે. નોંધનીય છે કે બારડોલીમાં જ વલ્લભભાઇ પટેલે 1928માં ખેડૂત સત્યાગ્રહ કર્યો હતો. ત્યારબાદ જ તેમને 'સરદાર' એવું નામ આપવામાં આપવામાં આવ્યું.

મોદી દ્વારા નિર્મિત થનારી 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' 182 મીટર લાંબી પ્રતિમા છે, આ વિશ્વની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમા છે, જે અમેરિકાની 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' કરતા પણ બે ઘણી ઊંચી છે.

rahul gandhi
આગામી પદ યાત્રાથી રાહુલ ગાંધી કોંગ્રેસના યુવા સભ્યોમાં જોશ ભરવા માંગે છે, અને તેઓ અત્રેના આદીવાસીઓને પણ મળશે. આ પહેલા 2005માં રાહુલ ગાંધીએ 'મહાત્મા ગાંધીની દાંડી યાત્રા'ના 75 વર્ષ પૂરા થવા પર ગુજરાતમાં એક રેલીનું આયોજન કર્યું હતું. ત્યારબાદ આ પદ યાત્રાને રાહુલ ગાંધી દ્વારા મોદીને સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે, જોકે રાહુલ હજી સુધી મોદીની વિરુધ્ધ ખુલીને કંઇપણ બોલ્યા નથી.

થોડા દિવસો પહેલા એક ઇન્ટર્વ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મોદી દ્વારા તેમને વારંવાર શહેજાદા કહેવામાં આવે છે તો તેમને કંઇ નથી થતું? જોકે તેમણે આની પર કોઇ ટિપ્પણી કરી ન્હોતી. જોકે તેમણે એટલું જરૂર કહ્યું હતું કે 2002ના રમખાણો માટે મોદી જવાબદાર છે.

English summary
Congress Vice-President Rahul Gandhi is likely to participate in the concluding leg of the Gujarat Pradesh Youth Congress's (GPYC) Vikas Khoj Padyatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X