For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમનાથમાં રાહુલે બિનહિંદુ તરીકે નોંધ કરાવતા ભાજપને ભાવતું મળ્યું

સોમનાથ મંદિરમાં રાહુલ ગાંધીએ બિન હિંદુ તરીકે નોંધણી કરાવતા ભાજપે સોશ્યલ મીડિયા પર આ અંગે કર્યો આક્ષેપ. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કર્યા હતા. અને તે પછી તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અર્થે નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. પણ સોમનાથ મંદિરમાં દર્શન કરવાની સાથે જ રાહુલ ગાંધી એક અલગ જ પ્રકારના વિવાદમાં સપડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરના નિયમ મુજબ બિન હિંદુઓને મંદિરમાં દર્શન કરતા પહેલા રજીસ્ટર કરી સહી કરવી પડે છે. ત્યારે આવા જ મંદિરના રજિસ્ટમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલે બિન હિંદુ તરીકે રજીસ્ટર કરાવતા ભાજપે આ અંગે ટિપ્પણી કરવાની શરૂઆત કરી દીધી છે.

BJP

ભાજપ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું છે આખરે રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવ સમક્ષ પોતાનો ધર્મ જાહેર કર્યો. (નિયમ મુજબ) બિન હિંદુઓ માટેના રજીસ્ટરમાં સહી કરી. હિંદુ ધર્મ પાળવો તો દૂર, જો તેમને હિંદુ ધર્મમાં આસ્થા પણ નથી તો મંદિરે-મંદિરે ફરીને લોકોને મૂર્ખ કેમ બનાવે છે?. જો કે પાછળથી તેણે આ ટ્વિટ હટાવ્યું હતું. પણ ભાજપના અમિત માલવિયાએ તેમના ટ્વિટમાં આમ કહીને કોંગ્રેસ અને રાહુલને સવાલો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાત ચૂંટણી વખતે જ્યાં મંદિરે મંદિરે ફરીને તેમની સોફ્ટ હિંદુત્વની ઇમેજ ઊભી કરી છે. ત્યાં જ ભાજપને આ વાતથી વિરોધ છે. માટે જ ભાજપ રાહુલ ગાંધી પર મંદિરની રાજનીતિ રમવાનો આરોપ મૂકી રહી છે. તેવામાં રાહુલ ગાંધી દ્વારા સોમનાથ મંદિરના રજિસ્ટરમાં બિન હિંદુ તરીકે નોંધણી કરતા ભાજપને ભાવતું મળ્યું છે. ભાજપ દ્વારા આ અંગે સવારથી જ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

English summary
Rahul Gandhi listed as non-Hindu in Somnath Temple. BJP raised issue on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X