રાહુલના સંવાદ કાર્યક્રમ સાથે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ
કોંગ્રેસ્ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલના આ પ્રવાસ સાથે જ કોગ્રેસ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધીના સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધી આજે દ્વીપક્ષી સંવાદ કરશે. જેમાં ડોકટર, ચાર્ટર્ડ અકોઉન્ટન્ટ, એનજીઓ, વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવી સાથે જાહેરમાં વાર્તાલાપ થશે.
આ કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ તે સીધા સંવાદ કાર્યક્રમમમાં લોકો સાથે વાત કરશે. સાથે જ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા નવ સર્જન સૂત્રના થીમ સોન્ગ પણ રજુ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે વેપારીઓના મંત્રીમંડળ પણ મળશે અને તે પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જોડે ચૂંટણીલક્ષી ચર્ચા કરી સાંજે 6 વાગ્યાની આસપાસ દિલ્હી પરત ફરવા રવાના થશે. રાહુલ ગાંધીની આ પહેલાની યાત્રામાં પથ્થર ફેંકવામાં આવ્યો હોવાથી આ વખતે પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે.