રાયબરેલી પહોંચ્યા રાહુલ ગાંધી, પીડિતો સાથે કરી વાતચીત

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી પહોંચી ગયા છે. અહીં તેમણે એનટીપીસીમાં થયેલા હુમલા મામલે દુખ વ્યક્ત કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ચલતી નવસર્જન યાત્રાને વચ્ચે પડતી મૂકી રાયબરેલીના એનટીપીસી બ્લાસ્ટના સમાચાર મળતા તે સુરતથી રાયબરેલી જવા નીકળ્યા હતા. રાયબરેલીમાં તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. તમને જણાવી દઇએ કે એનટીપીસી પ્લાન્ટમાં 25 લોકોની મોત થઇ છે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ દુર્ધટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

Rahul Gandhi

વધુમાં સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે તે લોકોને મળવા ઇચ્છે છે પણ તેમનું સ્વાસ્થય ઠીક ના હોવાના કારણે તે મળવા નહીં આવી શકે. આ માટે જ રાહુલ ગાંધી ગુજરાતની પોતાની યાત્રાને છોડી રાયબરેલી પહોંચી ગયા છે. વધુમાં 3જી તારીખે રાહુલ પાછા ગુજરાત આવી આ નવસર્જન યાત્રાને આગળ વધારશે. આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્ને રાયબરેલીમાં મૃતક લોકોના પરિવાર અને ઇજાગ્રસ્તની મુલાકાત લેશે. નોંધનીય છે કે રાયબરેલી સોનિયા ગાંધીનો લોકસભાનો મતવિસ્તાર છે. અને સમગ્ર ગાંધી પરિવાર આ વિસ્તારથી જોડાયેલું છે.

English summary
Rahul Gandhi reached Raebareli to meet the aggrieved of NTPC Blast. Read here more update on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.